રવિવારના દિવસે આ મંત્રનો 108 વાર જાપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે.

દરેક વ્યક્તિ ધનવાન બનવાના સપના જુએ છે.   પ્રતિષ્ઠ મેળવવા માંગે છે.. પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી. ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી.  તો તમે  નિરાશ થઈ જાવ છો  પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરૂ કરી શકશો. આ ટોટકા રવિવારે કરવા જોઈએ.  આવો જાણીએ ધન પ્રાપ્તિ અને  પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય..

ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે આમ છતા તેને સફળતા મળતી નથી. સતત આવક ઘટવાથી અથવાતો આર્થિક ફટકાઓ પડવાથી માનસિક તકલીફ વધે છે અને આ ઉદ્વેગના કારણે પેસાની તંગી થવા લાગે છે એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આવે છે. તો આજે રવિવારના દિવસે આ ચમત્કારી ઉપાયો કરવાથી તમને ગમે તેવી આર્થિક સમસ્યા હશે તે દૂર થશે. રવિવારે કરો આ ખાસ ટોટકા જેનાથી તમને પૈસાની ક્યારેય કમી નહી આવે. ધનનો ભંડાર ખુબજ ઝડપથી વધવા લાગશે. સુખ અને સંપત્તિમાં વધારો થશે.

જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન કોષ વધારવા રવિવારે એક મોટા પાનમાં તમારી તમામ મનોકામના લખી વહેતા જળમાં વહાવી દેવાથી તમારી એ ઇચ્છા જરૂરથી પુરી થશે, જો તમારે ધન, વૈભવ યશ મેળવવા ઇચ્છો છો તો રવિવારના દિવસે પ્રત્યક્ષ સૂર્યની સાધના કરવાનું ન ભૂલો.

રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું.

દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો.

આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો.

આ રીતે સૂર્યને આપો અર્ધ્ય :- પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો.  આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું, લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું. (ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું), ગોળનો સેવન કરવું. લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું. સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી. શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.

પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો :- રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો, નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો, રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *