બાબુજીનો રિપોર્ટ થઈ જશે ગુમ, વનરાજ લઇ જશે અનુજને વાત કરવા અલગ જગ્યા પર…

સ્ટાર પ્લસની ફેમસ સિરિયલ અનુપમામાં હવેના આવનાર દિવસોમાં ટ્રેકમાં ખૂબ જ ડ્રામા દેખાડવાના છે, આપણે બધાએ જોયું જ છે કે અનુપમા અને અનુજના લગ્ન પહેલાની વિધિ શરૂ થઈ રહી છે અને તેમાં સિંગર મીકા સિંહ પણ શામેલ થયા છે. અનુપમાની મહેંદી અને સંગીત માટે પર્પલ થીમ પ્રમાણે સજાવટ કરવામાં આવી હતી. કાવ્યા કહે છે કે તે મહેંદી પણ લગાવશે. તે રાખીને પૂછે છે કે તે મહેંદી નહીં લગાવે? તેની પર રાખી કહે છે કે તે અહિયાં ફક્ત એન્જોય કરવા આવી છે. પાંખીએ કાંતાના વખાણ કર્યા જેની પર કાંતા કહે છે કે આખરે તે દુલ્હનની માતા છે.

 

જિકે બાબુજીને પૂછશે કે તેણે પોતાની દવા લીધી કે નહીં? ત્યારે તેઓ કહેશે કે તે પોતાની દવાઓ લેવાનું ભૂલી શકે નહીં. તે જિકેને પૂછે કે કે શું તેણે રિપોર્ટ બરાબર મૂક્યો છે. બીજી બાજુ વનરાજ અનુજને શોધશે. બીજી બાજુ અનુપમા અને અનુજ એકબીજાને જોઈને મુગ્ધ થઈ જશે. જ્યારે અનુજને જોઈને વનરાજ વાત કરવા જ જતો હશે કે અનુજ ત્યાંથી ચાલ્યો જશે. એક તરફ જિકે બાબુજીનો રિપોર્ટ તિજોરીમાં છુપાવી રહ્યો છે.

 

માલવિકા અને દેવિકા ફરી એ જ રૂમમાં પ્રવેશ કરે છે જયા માલવિકા તિજોરીમાંથી બોક્સ કાઢતા કહે છે કે તેણે શાહ પરિવાર માટે ગિફ્ટ્સ ખરીદી છે. સંયોગ થી બેગની અંડર રિપોર્ટ પણ આવીને પડે છે. તો પારસ કલનાવતએ બા એટલે કે અલ્પના બુચનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બા પોતાના હિચકામાં જુલી રહ્યા છે. ચાન્સ મળતા જ તે તેનો ફોટો ક્લિક કરી લે છે.

 

હવે જોવા મળશે કે હસમુખ જિકેની રિપોર્ટ છુપાવવા પ્રયત્ન કરે છે. તેમનું કહેવું છે કે કોઈપણ કિમત પર રિપોર્ટ કોઈને મળવો જોઈએ નહીં. જિકે તિજોરીમાં રિપોર્ટ છુપાવી રહ્યા હોય છે. માલવિકા દેવિકાને કહે છે કે તેને ચાન્સ મળશે તો તે મહેંદી અને સંગીત ખરાબ કરી દેશે. માલવિકા દેવિકાને કહે છે કે તે શાહ પરિવાર માટે ભેટ લાવી છે પણ તે બધાને અનુજથી છુપાવીને આપશે. માલવિકા બેગ લે છે ત્યારે રિપોર્ટ તેમાં આવીને પડે છે. હવે જોવું રહેશે કે આગળ શું થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *