હનુમાન દાદા નું મંદિર ના હોય એવું એક પણ ગામ નહીં હોય. આપણા ભારત દેશમાં હનુમાનદાદા ખૂબ જ વધારે પ્રખ્યાત દેવતા છે. એવા ઘણા મંદિરો આવેલા છે. કે જ્યાં તેમના ચમત્કારોને પરચા આજે પણ જોવા મળતા હોય છે. હનુમાન દાદાને શ્રી કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. તે પોતાના ભક્તોનાં તમામ પ્રકારનાં કષ્ટ દૂર કરતા હોય છે.
માટે તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓનો તે નિવારણ કરતા હોય છે.એટલા માટે તેમને કષ્ટભંજન દાદા તરીકે ઓળખવામાં આવે છે. આજે અમે તમને હનુમાનજીના એક એવા ચમત્કારી મંદિર વિશે જાણકારી આપવાના છીએ કે જ્યાં હનુમાનજીના મંદિરમાં ત્રણ વખત દિવસમાં હનુમાનજીનું સ્વરૂપમાં પરિવર્તન આવે છે.
આ ચમત્કારી મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. તે દેવાસ જીલ્લાના છાજલી ને મુખ્ય બજારમાં આવેલું છે. અને હનુમાન દાદાના આ પવિત્ર મંદિરને છત્રપતિ હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને આ મંદિરની આસપાસના વિસ્તારોમાં આ શ્રદ્ધા અને ભક્તિનો ખૂબ જ ઉત્તમ અને પ્રાચીન કેન્દ્ર છે.આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની ત્વચાનો રંગ ખૂબ જ દુર્લભ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હતો
આ મંદિરમાં ભગવાનની મૂર્તિ પણ અતિશય સમર્થ કારક છે. અને મંદિરના પુજારીના જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં ભગવાનની મૂર્તિ ની લંબાઈ એટલે કે નવ ફૂટ છે. અને પહોળાઈ સાડા ત્રણ ફૂટ છે.હનુમાનજીના ખંભા ઉપર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ બિરાજમાન છે. અને એક હાથમાં ગદા છે. તો બીજા હાથમાં સંજીવની પર્વત છે.
હનુમાનજીના ખંભા ઉપર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ બેઠેલા છે. તેમના પગ ની અંદર અહિરાવણ ની આરાધ્ય દેવી બિરાજમાન છે. પર્વત ઉપરથી ભરત જી દ્વારા ચલાવવામાં આવેલા બાણ નું નિશાન પણ તેમના પગ ઉપર જોવા મળે છે. તે ઉપરાંત સૌથી વિચિત્ર અને મહત્વની વાત છે કે આ મંદિરની મૂર્તિ એક પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે.
અને આ પથ્થરની વિશિષ્ટ વાત એ છે. કે તે પથ્થર નો કલર દિવસમાં ત્રણ વખત બદલે છે. આ મંદિરના પૂજારી નું એવું કહેવાનું છે. કે અહીંયા હનુમાનજી દિવસમાં ત્રણ વખત પોતાનું સ્વરૂપમાં પરિવર્તન કરે છે. અને અહીં સવારમાં હનુમાનદાદા બાળ સ્વરૂપમાં જોવા મળે છે. એટલા માટે દરેક ભક્તજનોને બાળ હનુમાન ના દર્શન થાય છે.
બપોરના સમયે હનુમાનદાદાનું યુવા સ્વરૂપનું દર્શન કરી શકાય છે.સાંજના સમયે હનુમાનદાદાનું વૃદ્ધ સ્વરૂપનું દર્શન કરી શકાય છે. મંદિરના પૂજારી દીપકભાઈ શર્મા દ્વારા એવું જણાવવામાં આવેલ હતું કે જો કોઈ પણ વ્યક્તિ સાચા મનથી સાચી શ્રદ્ધાથી અને સાચી નિષ્ઠાથી અહીંયા પૂજા કરે છે. તો તે તમામ ભક્તોના તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.
આ મંદિરમાં પ્રાર્થના કરવાથી તેમના તમામ ભક્તજનોની જીવનમાં આવતા તમામ પ્રકારનાં સંકટ દૂર થયા હોય જો કોઈ પણ વ્યક્તિ ઉપર હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થાય તો તે વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થઈ જતી હોય છે. તે ઉપરાંત તે વ્યક્તિના કાર્યક્ષેત્રમાં આવતા તમામ પ્રકારના વિજ્ઞ દૂર થતા હોય છે.
Leave a Reply