રાખીના હાથમાં બાબુજીનો રિપોર્ટ આવતા ખૂબ ધ્યાનથી વાંચશે, અનુપમાની ખુશી પર ગર્હણ લગાવશે વનરાજ….

રૂપાલી ગાંગુલી સ્ટારર સિરિયલ અનુપમામાં આજે રાત્રે ખૂબ બબાલ થશે. વનરાજ શાહને વારંવાર એ ચિંતા થશે કે અનુપમાના લગ્ન પછી તેના બાળકો અનુજ કપડીયાને પપ્પા કહેશે. એવામાં તે દિવસ રાત હેરાન રહે છે. આજના એપીસોડમાં જોવા મળશે કે ના ઈચ્છવા છતાં પણ વનરાજ અનુજ અને અનુપમાની ખુશીઓમાં શામેલ થશે. પછી વનરાજ કશુંક એવું કરશે કે બધાના હોશ ઊડી જશે. આ બધુ ચાલી રહ્યું હશે ત્યાં રાખીના હાથમાં બાબુજીની રિપોર્ટ લાગશે. મુદે આવનાર એપિસોડમાં ખૂબ ડ્રામા થવાનો છે.

 

અનુપમાના નવા એપિસોડની શરૂઆત ખૂબ ધામધૂમઠી થશે. સંગીતમાં અનુજ પોતાની અનુપમાને ખાસ ગિફ્ટ આપશે. અનુજ પોતાના સંગીતમાં અનુપમાના ફેવરિટ સિંગર મીકા સિંહને લઈને આવશે. મીકા સિહના ગીત પર અનુજ અને અનુપમા ખૂબ ડાન્સ કરે છે. આખો શાહ પરિવાર પણ અનુપમાની ખુશીઓમાં સામેલ થતો જોવા મળશે. સંગીત પછી અનુજ અને અનુપમાની મહેંદી થશે. મહેંદી પૂરી થતાં જ વનરાજ અનુજને જબરજસ્તી પોતાની ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ જશે. વનરાજ તેને વારંવાર એક જ વાત કહે છે કે તેને અનુજ સાથે થોડી જરૂરી વાત કરવી છે.

 

જ્યારે જ્યારે શાહ હાઉસમાં રાખીની એન્ટ્રી થઈ છે ત્યારે ત્યારે કોઈને હલચલ ઘરમાં જરૂર થાય છે, આજે તેના હાથમાં બાબુજીની રિપોર્ટ લાગી જશે. રિપોર્ટ તે ખૂબ ધ્યાનથી વાંચશે. બીજી બાજુ અનુપમા અને ઘરના બીજા એ વાતથઈ હેરાન થઈ જશે કે વનરાજ એ અનુજને લઈને કયા ગયો હશે.

 

તમને જણાવી દઈએ કે વનરાજ અનુજને સૂમસામ જગ્યાએ લઈ જશે અને તેને કહેશે કે તે તેના બાળકોથી દૂર રહે. અનુજ પણ વનરાજને જડબાતોડ જવાબ આપશે. અને તે કહેશે કે જેવીરીતે અનુપમા તેની થઈ ગઈ છે એવી જ રીતે હવે તેના બાળકો પણ તેના થઈ જશે, હવે જોવું રહેશે કે અનુજની આ વાતનું વનરાજ પર શું અસર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *