અનુપમા વનરાજને છોડીને આ વ્યક્તિ સાથે નાચતી નજર આવી , વિડીયો શેર કરીને કહ્યું…

ટીવી સીરિયલ ‘અનુપમા’ માં નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. દરરોજ, કાવ્યા અનુપમાની સામે એક નવી સમસ્યા ઉભી કરી રહી છે. અનુપમા આ બધી મુશ્કેલીઓ સાથે લડી રહી છે. ચાહકો હંમેશા અનુપમાને લઈને ચિંતિત રહે છે,તેથી ચાહકો માટે એક સારા સમાચાર છે. અનુપમાના જીવનમાં મુશ્કેલીઓ સાથે કેટલીક ખુશહાલ પળો પણ આવવાની છે.

‘અનુપમા’ ફેમની રૂપાલી ગાંગુલીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી છે.રૂપાલીએ બીટીએસ વિડિઓ શેર કરી ટીવી સીરિયલ ‘અનુપમા’ ની આખી ટીમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને શો સાથે સંબંધિત દરેક અપડેટને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.આ દરમિયાન રૂપાલી ગાંગુલીએ બીટીએસનો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોમાં તેની ખુશહાલીની પળો જોવા મળી રહી છે, જેમાંથી સ્પષ્ટ થઈ ગયું છે કે અનુપમાના જીવનમાં કેટલીક મનોરંજક અને ખુશ ક્ષણો આવવાની છે.અનુપમા એ કર્યો પુત્ર સાથે ડાન્સ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી તેના ઓનસ્ક્રીન પુત્ર સમર એટલે કે પારસ કલવંત સાથે ઝૂલતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરતાં રૂપાલી ગાંગુલીએ લખ્યું,

‘ખૂબ જ સારી લાગણી આવે જ્યારે તમે તમારા ભાઈના કોરિયોગ્રાફ કરેલા સોંગ પર ડાન્સ કરો. સાથે જ અમારા ડીઓપી એ પણ કમાલનું શૂટ કર્યું છે.’ ભાઈના ગીત પર રુપાલી એ કર્યો ડાન્સ ચાલો તમને જણાવી દઈએ કે ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી કોરિયોગ્રાફર વિજય ગાંગુલીની બહેન છે.વિજય બોલિવૂડની ફિલ્મોમાં સોંગ્સ ને કોરિયોગ્રાફ કરે છે.

વિજય ગાંગુલીએ ‘મેરે લિયે તુમ કાફી હો’ ગીતની કોરિયોગ્રાફી પણ કરી છે. સિરિયલમાં રૂપાલી આ ગીત પર ડાન્સ કરતી જોવા મળશે.તાજેતરમાં જ ‘અનુપમા’ શોના સેટ પર સુધાંશુ પાંડે અને રૂપાલી ગાંગુલી વચ્ચે ઝઘડો થયાના સમાચાર સામે આવ્યા હતા, જેના પર બંને સ્ટાર્સ ખુલીને વાત નહોતા કરતા. તે જ સમયે, શોના નિર્માતાઓએ આ બાબતોને સંપૂર્ણ જૂઠાણા ગણાવી છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *