મનોરંજન

લકઝરી ગાડીઓ છોડીને રીક્ષા માં જવું પસંદ કરે છે રૂપાલી ગાંગુલી, આ સપનાને પૂરા કરવા બચાવી રહી છે પૈસા…..

ટીવી સિરિયલ ‘અનુપમા’થી ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂપાલી ગાંગુલી આજે નાના પડદાની સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી અભિનેત્રીઓમાંની એક છે.લાંબા સમય સુધી ટીવીથી દૂર રહ્યા બાદ જ્યારે તેને ‘અનુપમા’ દ્વારા પુનરાગમન કર્યું, ત્યારે તેને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પ્રભુત્વ જમાવી લીધું છેં.

આજે તે સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે.જો કે, એક મોંઘી અભિનેત્રી હોવા છતાં, રૂપાલી ગાંગુલી સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે.હાલમાં જ તેણે પોતાના જીવન વિશે ખુલીને વાત કરી છે.તેણે કહ્યું કે તે અંદરથી એકદમ મિડલ ક્લાસ છે.

રૂપાલી ગાંગુલીએ કર્લી ટેલ્સને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેના પિતા અનિલ ગાંગુલી દિગ્દર્શક-નિર્માતા હોવા છતાં, તેને વિશેષાધિકાર મળ્યો નથી.કોલેજના દિવસોમાં તે બસમાં મુસાફરી કરતી હતી.પૈસા બચાવવા માટે તે પગપાળા ઓડિશન માટે જતી હતી અને આજે પણ તે એવી જ છે.

રૂપાલી ગાંગુલીને રિક્ષામાં મુસાફરી કરવાનું પસંદ છે

રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે તેને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાનું પસંદ છે.અભિનેત્રીએ કહ્યું, “હું હજુ પણ ટ્રેન-બસમાં મુસાફરી કરું છું. મને ટ્રેન, બસ અને ઓટોમાં મુસાફરી કરવી ગમે છે.” જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તમે આ રીતે જાવ છો તો લોકો તેની પાસે નથી આવી જતા??

તેના પર અભિનેત્રીએ કહ્યું કે તે માસ્ક પહેરીને અને મેકઅપ ઉતારીને મુસાફરી કરે છે. આથી કોઈ હેરાનગતિ થતી નથી. .તેણે કહ્યું કે અન્ય અભિનેત્રીને જોઈને લોકો સેલિબ્રિટી હોવાને કારણે લોકો તેમને ઘેરી લે છે.જો કે, જો તેઓ માસ્ક પહેરીને અને મેકઅપ કાઢીને મુસાફરી કરે છે, તો કોઈ તેમને ઓળખશે નહીં.

રૂપાલી ગાંગુલી પૈસા બચાવીને આ કામ કરશે

જ્યારે રૂપાલી ગાંગુલીને પૂછવામાં આવ્યું કે તે ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે અને છતાં તે મધ્યમ વર્ગનું જીવન જીવી રહી છે તો તે આટલા પૈસાનું શું કરશે. આના પર અભિનેત્રીએ કહ્યું, “તે તમે જેના માટે પૈસા કમાઈ રહ્યા છો તેના પર નિર્ભર છે. મારું એક સપનું છે. મારી પાસે વૃદ્ધ લોકો માટે રહેવા માટે ઘર હોય તેમજ એક પશુ આશ્રય હોય. હું કોઈ એનજીઓ વગેરે ચલાવવા માંગતી નથી. “મારે દાન પણ એકઠું કરવું નથી.

મારી પાસે તેટલા ઇનફ પૈસા હોય કે હું મારા આશ્રયમાં જે પ્રાણીઓ રાખું છું તેની હું કાળજી રાખી શકું..હું એવા લોકોને મારી સાથે રાખું છું જેમને તેમના ઘરેથી પ્રેમ નથી મળતો. આ એક મારું ફેરિટેલ જેવું સ્વપ્ન છે. તે સાચું થશે જ જેના માટે હું આ માટે પૈસા બચાવી રહી છું.”

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

7 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

7 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

7 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

7 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

7 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

7 months ago