ટીવી સિરિયલોની વાત કરીએ તો સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારા શો ‘અનુપમા’નું નામ ચોક્કસપણે લેવામાં આવશે. આ શો લાંબા સમયથી ટોપ રેટેડ શોમાંથી એક છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.ચાહકો આ શોના પ્રોમો અને સ્પોએલરની ખૂબ રાહ જોઈ રહ્યા છે.
આ સમયે અનુપમામાં ઘણો ડ્રામા ચાલી રહ્યો છે અને શોની મુખ્ય લીડ ઘણી સમસ્યાઓથી ઘેરાયેલી છે. ચાલો જાણીએ કે આવનારા એપિસોડ્સમાં શું થવાનું છે, અનુપમા કેવી રીતે બધી પરેશાનીઓ સામે લડીને બહાર આવશે અને તે પછી તેના જીવનમાં શું થશે??
અનુપમા રાજકારણમાં આવશે?
હાલના એપિસોડમા જોયું કે અનુપમા રેપિસ્ટ મનન અને તેના મિત્રોને સજા કરાવવામાં સફળ થાય છે કારણ કે તેઓએ ડિમ્પી સાથે ખોટું કર્યું છે. દરેક જણ અનુપમાના વખાણ કરે છે અને આસપાસની મહિલાઓ પણ અનુપમાની બહાદુરી અને ભાવનાની પ્રશંસા કરે છે.
આગામી એપિસોડ્સમાં, અનુપમાને રાજકારણમાં પ્રવેશવાની ઓફર મળી શકે છે કારણ કે તેને ડિમ્પી માટે સ્ટેન્ડ લીધો છે.આટલું કર્યા પછી અનુજ તેની પત્ની વિશે ખૂબ જ ખુશ થશે અને તેના માટે ગાર્લિક બ્રેડ પણ બનાવશે.અનુજ અને અનુપમા વચ્ચે રોમેન્ટિક મોમેન્ટ પણ જોવા મળશે
લીપ પછી શોની સ્ટોરી આવી હશે!!
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જાણવા મળ્યું છે કે આ ટીવી શો આવનારા સમયમાં ટાઈમ લીપ લેવા જઈ રહ્યો છે. આ લીપ બહુ લાંબી નહીં હોય પરંતુ આ પછી સ્ટોરીમાં ઘણા બદલાવ આવશે. તમને જણાવી દઈએ કે ટાઈમ લીપ પછી અનુજ અને અનુપમાની સ્ટોરી આગળ વધશે અને તેઓ ડિમ્પીને એડોપ્ટ પણ કરી શકે છે.
Leave a Reply