ટીવી શો ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીના પુત્ર રુદ્રાંશે માર્શલ આર્ટમાં 3 મેડલ જીતીને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે.એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાના પુત્રની તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું – એક માતા તરીકે મને ખૂબ ગર્વ છે.થૂ થૂ થૂ ….અનુપમાની આ પોસ્ટ પર શોના ઘણા સ્ટાર્સે કોમેન્ટ કરી છે. અનુજ કાપડિયા, પારિતોષ અને બાની ભૂમિકા ભજવતા કલાકારોની કૉમેન્ટ્સ પણ વાંચવા જેવી છે.
દીકરાને પેટમાં દુખાવો હોવા છતાં મેડલ લાવ્યો..
મેડલ સાથે પુત્રની તસવીરો શેર કરતા અનુપમાએ લખ્યું – તે મહત્વનું નથી કે તેણે ત્રણેય શોટોકન કરાટે ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા, પરંતુ પ્રશંશાની વાત એ છે કે પેટમાં ખૂબ દુખાવો હોવા છતાં તેણે આ બહાદુરીપૂર્વક રીતે કરી બતાવ્યું. અમે તેને હોસ્પિટલ લઈ જવાનો આગ્રહ કર્યો ત્યારે તેણે ના પાડી અને રમવાનું ચાલુ જ રાખ્યું. આ નાના ફાઇટરને ખુશ કરવા માટે આખો પરિવાર હાજર હતો.
View this post on Instagram
‘બા’ થી લઈને ‘અનુજ’ એ પણ શુભેચ્છાઓ આપી
અનુપમાની આ પોસ્ટ પર બાનું પાત્ર ભજવનાર અલ્પના બુચે લખ્યું – અમને રૂદ્રાંશ પર ગર્વ છે. અનુપમાના મેકર્સ રાજન શાહીએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું- તમારા પર ગર્વ છે, ઘણી શુભેચ્છાઓ. થૂ થૂ થૂ શોમાં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવનાર ગૌરવ ખન્નાએ લખ્યું- કમાલ હૈ યાર. પરંતુ સૌથી મજેદાર કોમેન્ટ શોમાં પરિતોષની ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા આશિષ મલ્હોત્રાએ કરી છે.
પરિતોષ ઉર્ફે આશિષ મલ્હોત્રાની કોમેન્ટ…
શોમાં અનુપમાના મોટા પુત્ર પરિતોષની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ મલ્હોત્રાએ લખ્યું – મને લાગ્યું કે તે પેટમાં દુખાવાને કારણે ઘરે હશે, રૂપાલી ગાંગુલીએ અદ્ભુત કામ કર્યું છે. અનુપમાનોં દીકરો સતત કિક મારી રહ્યો છે. ઘણા ફેન્સએ પણ કોમેન્ટ કરી છે અને અનુપમા ફેમ અભિનેત્રીને શુભેચ્છા પાઠવી છે. શોમાં માલવિકાની ભૂમિકા ભજવનાર અનેરી વજાનીએ પણ કૉમેન્ટ્સ કરી છે..
Leave a Reply