ટીવી સીરીયલ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી આ દિવસોમાં દરેક જગ્યાએ છે.અનુપમાની એક્ટિંગને કારણે દર્શકો તેનો એકપણ એપિસોડ જોવાનું ચુકતા નથી…
ટીવી સિરિયલ ‘અનુપમા’થી ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂપાલી ગાંગુલી આજે નાના પડદાની સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી અભિનેત્રીઓમાંની એક છે.લાંબા સમય સુધી ટીવીથી દૂર રહ્યા બાદ જ્યારે તેને ‘અનુપમા’ દ્વારા પુનરાગમન કર્યું, ત્યારે તેને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પ્રભુત્વ જમાવી લીધું છેં. આજે તે સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે.જો કે, એક મોંઘી અભિનેત્રી હોવા છતાં, રૂપાલી ગાંગુલી સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે.
રૂપાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર તેના ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન તેનો એક રીલ વીડિયો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
વાસ્તવમાં, ટીવીની અનુપમાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની માતા અને માસી સાથે મસ્તી કરી રહી છે. આ ક્લિપ શેર કરતાં રૂપાલી ગાંગુલીએ લખ્યું, ‘હવે તમે જાણો છો કે ડ્રામા ક્યાંથી આવે છે, આખરે મમ્મી અને માસીની રીલ ડેબ્યૂ.’ રૂપાલીની આ ક્લિપ પર ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. તે જ સમયે, ઘણા યુઝર્સ આ વિડિઓ પર ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અનુપમાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
Leave a Reply