ટીવી શો ‘અનુપમા’માં બરખાનું પાત્ર ભજવનારી આશ્લેષા સાવંતની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સનો વિષય બની છે. આ તસવીરો અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.ફોટામાં, આશ્લેષા સાવંત બ્લેક શર્ટ પહેરેલી જોવા મળે છે જેના બટન ખુલ્લા રહી ગયા છે. આ તસવીરોમાં એક્ટ્રેસ કિલર લુક આપતી જોવા મળી રહી છે.
બરખાની તસવીરો પર અનુપમાની કોમેન્ટ
આ તસવીરો શેર કરતાં આશ્લેષા સાવંતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- થોડી થ્રોબેક તસવીરોથી કોઈ નુકસાન તો નહીં થાય ને ? અનુપમાનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ આ ફોટા પર કમેન્ટ કરી છે. રૂપાલી ગાંગુલીએ લખ્યું- ઉફ્ફ હોટી. રૂપાલીએ પોતાની કોમેન્ટ સાથે ફાયર એન્ડ લવ ઈમોજી બનાવીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.
View this post on Instagram
કોમેન્ટ બોક્સમાં ચાહકોની પ્રતિક્રિયા કેવી છે?
આશ્લેષાની આ તસવીરો પર ઘણી અન્ય સેલિબ્રિટીઝ અને ફેન્સે પણ પોતાની કોમેન્ટ આપી છે.ખુલ્લા વાળમાં અભિનેત્રીની આ બોલ્ડ સ્ટાઈલ મોટાભાગના લોકોને પસંદ આવી હતી.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આશ્લેષા સાવંત ટીવી શો ‘અનુપમા’માં નેગેટિવ રોલ કરી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના પાત્રને સકારાત્મક રોલમાં બતાવવામાં આવી રહ્યું છે.જણાવી દઈએ કે આશ્લેષા સાવંતની આ તસવીરો જૂના ફોટોશૂટની છે જે તેણે હવે શેર કરી છે.
વર્ક ફ્રન્ટ પર, આશ્લેષા સાવંતના પાત્રને શોમાં એક નેગેટિવ મહિલા તરીકે દર્શાવવામાં આવ્યું છે જે કોઈપણ રીતે અમીર બનવા માંગે છે અને સત્તાને પોતાના નિયંત્રણમાં રાખવા માંગે છે. જો કે, ડિમ્પલની સ્ટોરીની રજૂઆત પછી, આશ્લેષાના પાત્રને શોમાં ઘણી હદ સુધી હકારત્કામાં બદલવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શોની સ્ટોરી આગળ શું વળાંક લે છે.
Leave a Reply