ઓરમેક્સ મીડિયા દ્વારા ૪૮માં સપ્તાહ માટેના ટોચના ટીવી શોની યાદી બહાર પાડવામાં આવી છે.આ વખતે ઘણા ટોપ શોની ટીઆરપી ઘટી છે અને ઘણા ટોપ 10 ની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ લોકપ્રિય શો બની ગયો છે. ઓરમેક્સ મીડિયાના 48મા સપ્તાહના ટોચના ટીવી શોની યાદીમાં દિલીપ જોશી સ્ટાર અભિનિત શો ફરી એકવાર નંબર 1 પર છે અને તેનું રેટિંગ 72 છે.
અનુપમા:-
‘ અનુપમા’ની ટીઆરપીમાં થોડો ઘટાડો થયો છે અને તે યાદીમાં બીજા નંબરે આવી ગઈ છે.આ અઠવાડિયે ‘અનુપમા’ શોને 71 રેટિંગ મળ્યા છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ –
આ અઠવાડિયે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ TRP લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટાર અભિનિત શોને 63 રેટિંગ મળ્યા છે.
કૌન બનેગા કરોડપતિ-
બોલિવૂડના બાદશાહ દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ટોપ 5માં છે.આ અઠવાડિયે શોને 63 રેટિંગ મળ્યા છે.
ધ કપિલ શર્મા શો-
કોમેડિયન કપિલ શર્માનો ‘ધ કપિલ શર્મા શો’ પણ ટોપ 5માં છે. આ શોએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કૌન બનેગા કરોડપતિ’ને ટક્કર આપી છે.કપિલ શર્મા શોને આ અઠવાડિયે 63 રેટિંગ મળ્યા છે.
બિગ બોસ 16:-
‘બિગ બોસ 16’ આ અઠવાડિયે ટોપ 5માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. રિયાલિટી શો પ્રેક્ષકોનું ઘણું મનોરંજન કરી રહ્યો છે પરંતુ તેની ટીઆરપીમાં સુધારો થઈ રહ્યો નથી.
કુમકુમ ભાગ્ય-
વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી ‘કુમકુમ ભાગ્ય’ આ સપ્તાહની TRP લિસ્ટમાં 7મા નંબરે છે.આ શોને 62 રેટિંગ મળ્યા છે.
કુંડળી ભાગ્ય-
કેટલાંક અઠવાડિયાથી TRP લિસ્ટમાંથી બહાર ચાલી રહેલી ‘કુંડળી ભાગ્ય’ને પણ ટોપ 10માં સ્થાન મળ્યું છે.આ અઠવાડિયે શોની ટીઆરપી રેટિંગ 61 છે.
નાગિન 6-
તેજસ્વી પ્રકાશ સ્ટાર અભિનિત ‘નાગિન 6’ ની ટીઆરપી સ્થિતિ સતત ઉપર અને નીચે જતી રહે છે. આ અઠવાડિયે શોને TRP લિસ્ટમાં 9મું સ્થાન મળ્યું છે.સાથે જ તેને 60 રેટિંગ પણ મળ્યા છે.
ભાગ્ય લક્ષ્મી-
ઝી ટીવીના લોકપ્રિય શો ‘ભાગ્ય લક્ષ્મી’ને ટોપ 10 TRPની યાદીમાં 10મું સ્થાન મળ્યું છે. શોના રેટિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
Leave a Reply