અનુપમા ને ‘આંટી’ કહીને બોલાવશે પાખી, તો ડિમ્પલ નો સહારો લઈને રાખશે શાહ હાઉસ માં કદમ….

હંમેશાની જેમ સ્ટાર પ્લસનો હિટ શો ‘અનુપમા’ આ વખતે પણ TRP લિસ્ટમાં નંબર વન પર રહ્યો છે.રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત સિરિયલ ‘અનુપમામાં ‘ સતત અવનવા ટ્વિસ્ટ સાથે આવી રહી છે, જેણે ચાહકોમાં પણ ઉત્સાહ વધાર્યો છે.

ગયા દિવસે ‘અનુપમા’ માં બતાવવામાં આવ્યું હતું કે અનુપમા અને ડિમ્પલ ગુંડાઓને ઓળખવા માટે પોલીસ સ્ટેશન જાય છે. ત્યાં ડિમ્પલ આરોપીને થપ્પડ અને લાતો મારે છે.આ સાથે અનુપમા ડિમ્પલને તેની ડાન્સ એકેડમીમાં નોકરી પણ આપે છે. પરંતું સિરિયલમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

પાખી તેની માતાને લોહીના આંસુ રડાવશે

‘અનુપમા’માં આગળ બતાવવામાં આવશે કે અનુપમા ડિમ્પલને તેની સાથે શાહના હાઉસ લઈ જાય છે. ત્યાં પાખી તેની સામે આવે છે અને તેં વિસ્તારના લોકોની સામે કહે છે કે મારી માતાને પોતાની નહીં પણ અન્ય દીકરીઓની ચિંતા છે. અને જ્યારે અનુપમા તેના ઘરે તેની સુખ શાંતિ પૂછવા જાય છે, ત્યારે તે તેની પોતાની માતાને આંટી તરીકે બોલાવે છે, અને તે પણ કહે છે, “આજ દિન સુધી તમે માં તરીકે કોઈ પણ કામ કર્યું છેં ખરું???”

 

View this post on Instagram

 

A post shared by Anupamaa.show_1 (@anupama_show_1)


ડિમ્પલના આરોપીને જેલમાંથી મુક્ત કરવામાં આવશે

અનુપમા બતાવશે કે ગુંડાઓને અચાનક જ જામીન મળે છે. પોલીસ અધિકારી અનુજને આ વાત કહે છે, જે નારાજ થઈ જાય છે અને ડિમ્પલ અને અનુપમાને શોધવા નીકળી પડે છે.

ગુંડાઓ ડિમ્પલ અને અનુપમાને ફરીથી પરેશાન કરશે

અનુપમા અને ડિમ્પલ ડાન્સ એકેડમીમાં જઈ રહ્યાં છે. પરંતુ પછી રસ્તામાં તે ગુંડા પાછા આવે છે અને ડિમ્પલ અને અનુપમાને હેરાન કરવાનું શરૂ કરે છે. ડિમ્પલનો આરોપી તેમની સામે નાચે છે.બીજી તરફ, ત્યાં ઉભેલા લોકો તમાશો જોવામાં વ્યસ્ત છે અને તેમને કોઈ મદદ કરતા નથી.

પાખી ડિમ્પલની મદદથી શાહ હાઉસમાં પ્રવેશ કરશે

અનુપમામાં મનોરંજનનો ડોઝ અહીં પૂરો નથી થતો.શોમાં આગળ બતાવવામાં આવશે કે અનુપમા ડિમ્પલને પોતાની સાથે શાહ હાઉસ લાવે છે અને બાપુજી તેને અંદર લઈ જવા કહે છે. આ બધું જોઈને પાખી કહે છે, “બંને ઘરના દરવાજા ડિમ્પલ માટે ખુલ્લા છે અને મારા માટે એક પણ નથી.” તે વનરાજને કહે છે, “હું તે ગુંડા લોકો માટે આસાન નિશાન છું અને તેઓ મમ્મીનો બદલો લેવા મને નુકસાન પહોંચાડી શકે છે.”


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *