અનુપમા સીરીયલ ની TRP ઘટતા જ મેકર્સે કરાવી આ 3 સ્ટાર્સની એન્ટ્રી, અનુપમા માં આવશે આ મોટા ટ્વીસ્ટ……

ખુબ જ પ્રખ્યાત ટીવી શો ‘અનુપમા’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભનિત ‘અનુપમા’ સિરિયલમાં આ દિવસોમાં ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આવી રહ્યા છે.

આ શો ટીઆરપી લિસ્ટમાં પણ સતત નંબર વન પર રહ્યો છે. પરંતુ ગયા સપ્તાહની સરખામણીએ તેનું રેટિંગ ઘટ્યું હોવાનું જણાયું હતું. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ તેનું રેટિંગ બમણું કરવા માટે ફરીથી એક નવો ટ્વિસ્ટ લાવ્યા છેં.’અનુપમા’માં ટૂંક સમયમાં એકસાથે ત્રણ સ્ટાર્સની એન્ટ્રી થશે જે અનુપમા અને અનુજની સ્ટોરીમાં નવો વો વળાંક આપી શકે છે. અનુપમામાં એન્ટ્રી કરનારા આ સ્ટાર્સના નામ છે દીપક ચઢ્ઢા, કિરણ રાજપૂત અને હિના રાજપૂત.

 

View this post on Instagram

 

A post shared by Anupama 🥀 (@anupamastarplusofficial.01)


અનુપમા’ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે દીપક ચઢ્ઢા, હીના રાજપૂત અને કિરણ રાજપૂત ટૂંક સમયમાં રૂપાલી ગાંગુલીના શોમાં એન્ટ્રી કરશે. જો કે હજુ સુધી તેના પાત્ર વિશે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ અનુપમાની સ્ટોરીને નવી દિશા આપવામાં આ ત્રણેય મહત્વની ભૂમિકા ભજવી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રૂપાલી ગાંગુલીની મનોરંજનથી ભરપૂર ‘અનુપમા’ વિશે એવું પણ માનવામાં આવે છે કે ત્રણેય કલાકારોનું જોડાણ ડિમ્પલની સ્ટોરી સાથે હશે.

જણાવી દઈએ કે દીપક ચઢ્ઢા ‘હિટલર દીદી’, ‘સસુરાલ સિમર કા’, ‘પુનર વિવાહ’ અને ‘પરિચય’ જેવા શોનો ભાગ રહી ચૂક્યા છે. આ સિવાય દીપક ચઢ્ઢાએ ‘CID’, ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘સાવધાન ઈન્ડિયા’માં પણ કામ કર્યું છે. હીના રાજપૂતની વાત કરીએ તો તે ‘કુંડલી ભાગ્ય’નો ભાગ રહી ચૂકી છે. બીજી તરફ કિરણ રાજપૂતે ‘વાગલે કી દુનિયા’માં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અનુપમા’માં આવશે આ ટ્વિસ્ટ

તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી અભિનીત સિરિયલ ‘અનુપમા’માં મેકર્સ મનોરંજનનો ડોઝ બમણો કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. શોમાં આગળ બતાવવામાં આવશે કે પાખી ડિમ્પલની મદદથી શાહ હાઉસમાં પગ મૂકશે. એટલું જ નહીં, તે પરિવારના સભ્યોનું દિલ જીતવા માટે નકલી પ્રેગ્નન્સીનુ પણ નાટક કરશે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *