ટીવી સ્ક્રીનનો લોકપ્રિય શો અનુપમાં દર્શકોની પહેલી પસંદ રહ્યો છે. જ્યારેથી અનુપમા ગાંગુલીએ આ શોમાં ડાન્સ એકેડમી શરૂ કરી છે, ત્યારથી રૂપાલીના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર ફરતા થયા છે. બા એટલે કે અલ્પના બુચ સાથે ડાન્સ કરતી વખતે તાજેતરમાં જ રૂપાલીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
ડાન્સ જોયા બાદ ચાહકો આ બંનેના ખુબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં રૂપાલી અને અલ્પના 1973 માં આવેલી ફિલ્મ ‘ઝીલ કે ઉસ પાર’ ના ગીત ‘દો ઘંટ મુઝે ભી પિલા દે શરાબી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.એક ચાહકે લખ્યું છે કે, “મેમ આ રીલ બધાથી સારી છે ” આપ જો ભી કરતે હો બેસ્ટ હોતા હૈ,” અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “સુપર્બ, જબરદસ્ત, અમેઝિંગ.”
તાજેતરમાં રૂપાલી ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન ફોલોઅર્સને વટાવી દીધા છે. તેણીએ તેના પ્રશંસકોનો આભાર માન્યો અને તેમને મનોરંજન આપવાનું વચન આપ્યું.
અનુપમામાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અપૂર્વ અગ્નિહોત્રી, અલ્પના બૂચ, અરવિંદ વૈદ્ય, પારસ કાલનાવત, આશિષ મેહરોત્રા, મુસ્કન બામણે, શેખર શુક્લા, નિધિ શાહ, આંગા ભોસલે અને તસ્નિમ શેખ છે. આ શોનું નિર્માણ રાજન શાહીએ કર્યું છે.
Leave a Reply