અનુજને પપ્પા કહશે અનુપમાના સંતાનો, આ સાંભળીને લોહી ઉકળશે વનરાજનું…

સ્ટાર પ્લસની ટીવી સિરિયલ અનુપમામાં આજે જોવા મળશે કે વનરાજને એક મોટો ઝટકો લાગશે. અનુજ અને અનુપમાની સગાઈ પછી ઘરમાં બધા હવે પછીની વિધિ માટે તૈયારી કરી રહ્યા છે. અનુપમાના નવા એપિસોડમાં દેખાડશે કે સમર, પાંખી, પરિતોષ સહિત બધા લોકો અનુપમાના સંગીત અને મેહદીની તૈયારી કરવાની શરૂઆત કરશે.

 

બીજી બાજુ વનરાજ શાહને પોતાની આંખ પર ભરોસો થશે નહીં. તેની આંખ સામે જ તેની દુનિયા વિખરાઈ જશે. આ સાથે તેને શંકા પણ જશે કે બાબુજી કશુંક છુપાવી રહ્યા છે. કુલ મળીને આજનો એપિસોડ ખૂબ ધમાલ અને ઘણા બધા ટ્વીસ્ટ સાથેનો રહેશે.

 

અનુજ અનુપમાને પોતાની પહેલી ડેટ પર કોલેજ પર લઈને જશે. અહિયાં અનુજ પોતાના દિલની ઘણી વાતો અનુપમાને કહેશે, જૂના દિવસો યાદ કરીને બંને એક અલગ જ દુનિયામાં ખોવાઈ જશે. ઘરે અનુપમાના બાળકો તેમની મહેંદીની તૈયારી કરશે. પાંખી પોતાના હાથે અનુપમાની માટે મહેંદી પીસસે. આ જ સમયે સમર અને પાંખી વાત કરે કજે કે અનુપમાના લગ્ન પછી તેઓ અનુજને કયા નામથી બોલાવશે? પછી જ્યારે તે કહે છે કે લગ્ન પછી અનુજને પપ્પા કહેવું જ યોગ્ય રહેશે, વનરાજ આ વાત સાંભળી જાય છે. પહેલા તેને ખરાબ લાગશે પણ પછી તેની અંદર અહંકાર જાગી જશે અને તે પ્રણ લેશે કે પોતાનો હક તે કોઈપણ રીતે બીજાને આપશે નહીં.

 

આજના એપિસોડમાં વનરાજ પોતાના બાબુજી અને ગોપી કાકાને વાત કરતાં જોઈ લેશે. તેને ખબર નહીં પડે કે તે બંને કઈ વાત વિષે વાત કરી રહ્યા છે પણ તેની અંદર બેચેની થવા લાગશે કે આખરે બાબુજી આટલા પરેશાન કેમ છે? તમને જણાવી દઈએ કે અનુપમામાં બાબુજીની બાઈપસ સર્જરીની સલાહ આપી હતી, પણ હવે તે બધુ અનુપમાના લગ્ન પછી કરવા માંગે છે, ઘણા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે અનુપમાના લગ્ન પહેલા જ બાબુજીની તબિયત બગાડવાની છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *