અનહોની નો શિકાર બનશે અક્ષરા! તો ચીસ સાંભળી અભિમન્યુ ડરી જશે…

નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્નસ જોવા મળી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં,અક્ષરા સત્ય જાણવા માટે આરોહી અને નીલના રિસેપ્શનમાં હાજરી આપે છે.

અભિમન્યુ અક્ષરાને રોકવાનો પ્રયત્ન કરે છે જેથી તેના પ્રશ્નોના જવાબ ન આપવા પડે. મંજરી વિચારે છે કે અક્ષરા બધું ભૂલી ગઈ છે પણ મંજરી અક્ષરાને આરોહીનો ફોન લેતી જોઈ જાય છેં અને કહે છે કે તું આરોહીનો કોઈ ફોલ્ટ શોધવા આવી હોય એવું લાગે છે.આજના એપિસોડમાં, અક્ષરાને સમગ્ર સત્ય જાણવા મળશે.

આજના એપિસોડમાં તમે જોશો કે આરોહી અભિમન્યુની સામે કાગળો રાખે છે અને તેને નીલને હોસ્પિટલનો MD બનાવવાનું કહે છે.અભિ કહે છે કે આ મારો એકલો નિર્ણય ન હોઈ શકે. ફરી એકવાર આરોહી અક્ષરાને સત્ય કહેવાની ધમકી આપે છે.

બીજી બાજુ, મંજરી અક્ષરાને સમજાવે છે કે અભિ આ બધું આરોહી માટે નહીં પણ નીલની ખુશી માટે કરી રહ્યો છે અને આરોહી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા જીવન પર ધ્યાન આપવું વધુ સારું છે. અક્ષરા મંજરીને સમજાવવાની કોશિશ કરે છે પણ તે સમજી શકતી નથી. જે પછી અભિમન્યુ અને અક્ષરા મળે છે.

અક્ષરાને ઉદાસ જોઈને અભિ પૂછે છે કે શું થયું, તે કહે છે કે તેને માથું દુખે છે. અભિ વારંવાર કાગળો છુપાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ અક્ષરા કાગળો શોધી કાઢે છે અને જાણવા માંગે છે કે શું થઈ રહ્યું છે. તે સીધી આરોહી પાસે જાય છે અને તેને થપ્પડ મારે છે પરંતુ આરોહી તેની સામે સત્ય કહે છે કે તેની માતા બનવાની શક્યતા ઓછી છે.

અક્ષરા આ સાંભળીને ભાંગી પડે છેં. ત્યારે જ અભિમન્યુ આરોહીને જુએ છે.પણ અક્ષરા ત્યાંથી જતી રહે છેં. હવે પછીના એપિસોડમાં, અક્ષરા સાથે કંઈક અનબનાવ બનવાનો છેં..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *