નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે આંદોલન કર્યું શિક્ષકો, જાણો આગળ….

આજના અનેક યુવાનો અને એવા ઘણા લોકો કે જેવો સરકારી નોકરી કરવાની ઉમર પ્રમાણેની યોગ્યતા ધરાવે છે તે બધા જ લોકો સરકારી નોકરી કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરતાં હોય છે. લગભગ મોટા ભાગના લોકોને આ સરકારી નોકરી કરવી હોય છે. તેનું એકમાત્ર સચોટ અને મજબૂત કારણ એક છે એ છે નોકરી પૂરી થતાં મળતું પીએફ અને નિવૃતિ પછી મળતું પેન્શન.

 

પણ આપણાં રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સરકારી કર્મચારીઓમાં હલચલ જોવા મળી રહી છે, વાત એમ બની છે કે સરકારે નવી પેન્શન યોજના લાગુ કરી છે જે પ્રમાણે સરકારી કર્મચારીઓને તે નવી યોજનામાં પોતાનો લાભ ઓછો અને નુકશાન વધુ દેખાય છે. એ જોતાં છેલ્લા ત્રણ દિવસથી આંદોલન ચાલી જ રહ્યું છે. આ આંદોલન વધારે વેગ ત્યારે પકડે છે જ્યારે ખબર પડે છે કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરી દેવામાં આવી છે.

 

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં થયેલ પરિવર્તનને લીધે આપણાં ગુજરાતના પણ સરકારી કર્મચારીઓને આશા છે કે સરકાર નવી યોજના બંધ કરી ને જૂની પેન્શન યોજના શરૂ કરશે. તમને જણાવી દઈએ કે જૂની પેન્શન યોજનામાં વ્યક્તિના પગારમાંથી કોઈપણ રકમ કટ થતી હતી નહીં જ્યારે આ નવી યોજનામાં 10 ટકા જેટલી રકમ એ પગારમાંથી કપાઈ જશે અને એ કપાયેલ રકમ એ શેર માર્કેટમાં રોકવામાં આવશે. આ સાથે જ્યારે વ્યક્તિને આ રકમ મળશે ત્યારે તેમાંથી ફક્ત 60 ટકા રકમ જ કરમુક્ત થવા માટે માન્ય રહેશે.

 

આ બધી વાતોમાં નુકશાન જે તે કર્મચારીઓનું જ છે એવું જોતાં બધા કર્મચારીઓ ભેગા મળીને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં હવે શિક્ષકો અને સાથે બીજા ઘણા વિભાગના સરકારી કર્મચારીઓ ભેગા થયા છે. હવે જોવું રહેશે કે સરકાર તેમની આ માંગ પૂરી કરી અને ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે નહીં. વધુ માહિતી માટે જોડાયેલ રહો અમારી સાથે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *