જીવનમાંથી અંધકાર દુર કરવા અને સૌભાગ્ય બની રહે તે માટે આ તીર્થ સ્થાનો ના એકવાર દર્શન જરૂર કરવા

ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. ગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. હિંદુ ધર્મમાં ગંગા નદીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને ગંગા નદીને સૌથી પવિત્ર નદીનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘણા બધા ગુણોથી ભરપુર ગંગા જળ આસ્થાનું પ્રતિક હોવાની સાથે સાથે તેનાથી ઘણા બધા ધાર્મિક લાભ પ્રાપ્ત થાય છે.

પોરાણિક કથા અનુસાર ગંગા નદીએ સ્વર્ગમાં વાસ કરતી હતી ભગીરથ નામને ઋષિ દ્વારા તેને તપસ્યાથી સ્વર્ગ માંથી નીચે ઉતારી હતી અને તેને મહાદેવે પોતાની જટામાં ગંગા નદીને ઝીલી ને પૃથ્વી પર વહાવી હતી વિષ્ણુ પુરાણમાં તેનો ઉલ્લેખ ખુદ કરવામાં આવેલ છે. ગંગા નદીનું પાણી વિશેષ માનવામાં આવે છે. પૂજા પાઠ થી લઈને ધર્મ કાંડ સુધી આ પાણી નો ઉપયોગ ખુબજ શુભ માનવામાં આવે છે.

ગંગા જળ ક્યારેય પણ ખરાબ નથી થતું. કારણ કે તેની શુધ્ધતા અને પવિત્રતા લાંબા સમય સુધી તેને સારું રાખે છે.શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગંગાનો જન્મ ભગવાન વિષ્ણુના ચારણો માંથી થયો હતો, તેથી જ ગંગામાં સ્નાન કરવાથી અને પૂજા તેમજ દર્શન કરવાથી જીવનના પાપોનો નાશ થઇ જાય છે.અને પુણ્યણી પ્રાપ્તિ થાય છે.

ગંગા જળ નો દરરોજ ઉપયોગ કરવાથી બીમારીઓ દુર થઇ જાય છે. ગંગા જળ મેળવીને ઘણી બધી દવાઓ પણ બનાવામાં આવે છે. હિંદુ શરમ મુજબ ગંગા નદીના કિનારે આવેલ તીર્થ સ્થાનો ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.ગંગા કિનારે આવેલા તીર્થ સ્થાનો ના એકવાર દર્શન જરૂર કરવા જોઈએ, તેનાથી સૌભાગ્ય બની રહે છે. અને જીવનમાંથી અંધકાર દુર થઇ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *