ટીવી ચેનલ્સની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં તમે જોયું કે અક્ષરા અને અભિમન્યુ બંને બાળકોને રાખવાનું નક્કી કરે છે પરંતુ ડૉક્ટર સ્પષ્ટપણે કહે છે કે અક્ષરાને ખૂબ કેર રાખવાની જરૂર છે.
જ્યારે કુંડળી ભાગ્યમાં અર્જુન લુથરાના ઘરે પહોંચીને માફી માંગે છે. તે પ્રીતાને ઘર છોડવા કહે છે પરંતુ અર્જુન કહે છે કે તે હજુ પણ પ્રીતા સાથે લગ્ન કરશે અને આગામી સાત દિવસમાં તેની પાસેથી બધું છીનવી લેશે.
View this post on Instagram
અભિમન્યુનું કૃત્ય મનીષને દુઃખ પહોંચાડશે
આજના એપિસોડમાં તમે જોશો કે આરોહી ચિંતિત છે કારણ કે અક્ષરા માતા બનવા જઈ રહી છે અને આરોહીની ગર્ભાવસ્થા ફેક છે. આરોહી ડૉક્ટર સાથે વાત કરી રહી છે અને પછી શેફાલી આવે છે. તેણી કહે છે કે બધું સારું છે. શેફાલી અમુક પુસ્તકો આપે છે અને વાંચવા જાય છે. બીજી બાજુ, અભિમન્યુ વધુ કેરિંગ બની ગયો છે, તે દરેક બાબત માટે અક્ષરાને રોક ટોક છે. અભિમન્યુ અક્ષરાને સમયસર જમવા અને સૂવા કહે છે.
View this post on Instagram
દરમિયાન, મનીષ, અક્ષરાને થોડા દિવસો માટે ઘરે રહેવા માટેનું કહે છેં. જ્યાં સ્વરણા અને મીમી સાથે મળીને લાડુ બનાવે છે. આરોહી જવાનો ઇનકાર કરે છે અને અક્ષરા તેના ઘરે જવા નીકળી જાય છે. આગામી એપિસોડ્સમાં, તમે જોશો કે અક્ષરા લાડુ ખાતી હોય છે, જ્યારે અભિમન્યુ આવે છે અને તેને ઠપકો આપે છે અને કહે છેં કે મારે તેને અહીં મોકલવીં જ નતી જોઈતી… મનીષને આ વાતનું ખરાબ લાગે છે.
અર્જુન પ્રીતાની માંગ ભરશે
અને કુંડળી ભાગ્યમાં, અર્જુન લુથરા પરિવારને ધમકી આપે છે કે તે આગામી 7 દિવસમાં બધું નષ્ટ કરી દેશે.તે કહે છે કે તે વેપાર, માન, ઘર અને અભિમાન તોડી નાખશે.જે બાદ તે પ્રીતાની માંગ ભરે છેં..દરેક વ્યક્તિ ગુસ્સાથી લાલ થઈ જાય છે.રિષભ અને સમીર મળીને અર્જુનને મારવા લાગે છે.
અર્જુનના ચહેરા પર લોહી જોઈને અંજલિ ડરી જાય છે.તે કહે છે કે તે લુથરા પરિવારને જેલમાં મોકલી દેશે. અર્જુન કહે છે કે તે ઋષભને પડકાર ફેંકીને આવ્યો છે અને તેની પાસેથી પ્રીતાની માંગણી કરી છે.બીજી તરફ, પ્રીતા બેબાકળાપણે તેના સિંદૂરને હટાવવાનો પ્રયાસ કરે છે. પ્રીતા કહે છે કે તે સિંદૂર કાઢવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે ઉતરી રહ્યું નથી.
Leave a Reply