અજમાની ચા છે અનેક રોગ માટે રામબાણ.. જાણો એના ફાયદા..

લગભગ દરેક ઘરના રસોડામાં રહેલાં મસાલાઓમાં અનેક ગણા ઔષધીય ગુણ રહેલાં હોય છે. આપણાં રસોડામાં દરેક બીમારીનો ઘરગથ્થુ આયુર્વેદિક ઈલાજ રહેલો જ હોય છે. તેમાંથી જ એક બેસ્ટ મસાલો છે અજમો. અજમાના ગુણોની શું વાત કરવી. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર હોય છે.

સાથે જ રોજ અજમાનું સેવન કરવાથી ગંભીર રોગો દૂર થાય છે. આયુર્વેદ મુજબ અજમો પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે. અજમાના ઘણાં ઘરેલુ ઉપાય છે, જે સ્વાસ્થ્ય સમસ્યામાં કારગર સાબિત થાય છે. એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે.

ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છિપાયા છે. અનેક લોકો આનુ ચૂરણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેવામાં આવે છે. આનાથી પાચન ઠીક રહે છે. આજે અમે તમને અજમા માંથી બનાવાતી ચા ના થોડા ફાયદા જણાવીશું અને એને બનાવવાની રીત પણ જણાવીશું, તો ચાલો જાણી લઈએ અજમાની ચા ના ફાયદા શું છે એના વિશે વિસ્તાર માં.

આપણામાંથી ઘણા લોકોને ચા ખુબ જ પસંદ હોય છે. એમાં ઇલાયચી, આદુ અને મસાલા ચા જેવી ચા તો ઘણી વખત પીધી હશે. પરંતુ શું તમે અજમા વાળી ચાનો સ્વાદ લીધો છે.

ખાસ કરીને શિયાળામાં ઠંડી ઉડાવવા લોકો અજમા વાળી ચા પીએ છે જેથી ઠંડી દૂર થાય છે અને શરદી જેવી સમસ્યા પણ થતી નથી અજમા ની ચા પીવાથી શરદી માં ઘણી રાહત મળે છે, પરંતુ હાલ કોરાના મહામારી વચ્ચે ઘણા લોકો શરદીને દૂર કરવા અનેક ઉકાળા બનાવીને પીએ છે.

આજે અમે તમારા માટે અજમાની ચા કેવી રીતે બનાવી શકાય એની રેસીપિ જણાવીશું. તો ચાલો જાણી લઈએ અજમાની ચા બનાવવાની રીત… અજમાની ચા બનાવવા માટે સૌથી પહેલા મીડિયમ આંચ પર પેનમાં પાણી ઉકાળવા માટે રાખી લેવું. પાણી થોડું ઉકળી જાય પછી એમાં ચા પત્તી, અજમો અને ખમણેલું આદુ નાખીને એક મિનિટ સુધી ઉકાળવા દેવું.

પાણીનો રંગ ડાર્ક થાય પછી તેમા દૂધ અને ખાંડ ઉમેરીને ફરીથી ઉકળવા દેવું. ત્યાર બાદ આ મિશ્રણ ને 2-3 મિનિટ સુધી ઉકળવા દેવું અને પછી ગેસ બંધ કરીને ચાને કપમાં ગાળી લેવી. તૈયાર છે ગરમા ગરમ અજમાની એકદમ સ્વાદિષ્ટ ચા.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *