એલચી ની ખૂબ જ સારી સુગઁધ સાથે તેના ઘણા ફાયદા પણ હોય છે જાણો તેના વિષે

એલચી કોઇ પણ ભારતીય પરિવારમાં જોવા મળતા સામાન્ય મસાલાઓમાંથી એક છે. આ મસાલાને ગળ્યા અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનોમાં નાખવામાં આવે છે, એટલું જ નહીં પણ તેને એક માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે.

લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારે મહત્વની ગણાતી એલચીમાં તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન હોવાની સાથે એનિમિયાથી લડવામાં પણ મદદ કરે છે અને આ સ્થિતિમાં થતાં લક્ષણોમાં પણ રાહત આપે છે. આ સિવાય પણ એલચીના જબરદસ્ત સ્વાથ્ય ફાયદા આજે અમે તમને તેની પ્રયોગવિધિ સાથે જણાવીશું.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભોજન બાદ એલચી એક મુખ્ય ખાદ્ય પદાર્થ કેમ છે? તેનું કારણ છે કે એલચી એક કુદરતી વાયુશમક છે અને તે પાચન સુધારવામાં, પેટના સોજાને ઓછો કરવા, એસિડીટીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એલચી શરીરના ચીકણા પદાર્થોને શાંત કરે છે જેથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકે, આનાથી એસિડિટી અને પેટની ખરાબીના લક્ષણોથી રાહત મળે છે. આ સિવાય આયુર્વેદિક ગ્રંથો અનુસાર, આ પેટમાં થતી બળતરા અને વાયુના ગુણોને ઓછા કરે છે જેનાથી તે ભોજનને સરળતાથી પાચન કરે છે.

જો તમને અપચાની સમસ્યા છે તો બેથી ત્રણ એલચી , આદુનો નાનો ટુકડો, થોડું લવિંગ અને ધાણાના બીજ લો. તેને યોગ્ય રીતે પીસીને ગરમ પાણી સાથે ખાવ. અપચો, સોજા અને ગેસ માટે ત્વરિત ઉપચાર છે.

એલચી માં રહેલા આવશ્યક તેલ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે અને તે તમારાં પેટના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમારા મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. એલચી માં રહેલા તેલ તમારી લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી તમારું પેટ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના પરિણામે તમારી ભૂખ સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે. એલચી માં રહેલા તેલમાં એક ઠંડો સ્વાદ રહેલો હોય છે જે એસિડિટીમાં થતી જલનમાં રાહત આપે છે.

એલચી તમારાં ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન વધારીને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેમ કે, અસ્થમા, ખાંસી અને શરદી વગેરેથી રાહત અપાવે છે. આર્યુવેદમાં એલચી ને એક ગરમ મસાલો ગણાવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જામ થવા દેતી.

જાણો એલચીના ફાયદા!… રોજ એલચીનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી.રોજ એલચી ખાવાથી પેટના રોગો રહે છે દૂર..જો તમારા પેટ પર ચરબી વધી ગઈ છે તો રોજ રાતે 2 એલચી ખાઈને ઉપર 1 ગ્લાસ ગરમ પાણી પીવો. જે એક્સટ્રા કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

  • સૂતા પહેલાં 2 એલચી ખાઈને પાણી પીવાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
  • જો તમને સ્કિન સંબંધી સમસ્યાઓ થતી હોય તો રોજ રાતે એલચી ઉપયોગ કરો. જેનાથી પિંપલ્સ દૂર થવા લાગશે.
  • રોજ એલચી ખાઈને ગરમ પાણી પીવાથી મોંમાં રહેલાં બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જેનાથી કેવિટીનો પ્રોબ્લેમ થતો નથી. સાથે જ મોંની દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.
  • સૂતા પહેલાં એલચી ખાઈને ગરમ પાણી પીવાથી પથરી યૂરીન વાટે બહાર નીકળી જાય છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *