અનુજ અને અનુપમાની સંગીત વિધિમાં એક બૉલીવુડ સિંગર એન્ટ્રી, સંગીતમાં ચાર ચાંદ લગાવી દેશે…

સિરિયલ અનુપમામાં જલ્દી જ અનુજ અને અનુપમાના લગ્ન બતાવવાના છે. અનુજ અને અનુપમાની હમણાં જ સગાઈ થઈ હતી. સગાઈ પછી પરિવારના લોકો હવે તેમના લગ્નની તૈયારી કરી રહ્યા છે. બીજી બાજુ માલવિકા પણ અનુજના લગ્નને ખૂબ ગ્રાન્ડ બનાવવા માટે ખૂબ પૈસા વહાવી રહ્યા છે. મળી રહેલ માહિતી પ્રમાણે અનુજ અને અનુપમાની સંગીત સેરેમની ખૂબ ગ્રાન્ડ થવાની છે. અનુજ અને અનુપમાની સંગીત વિધિમાં એક બૉલીવુડ સિંગર એન્ટ્રી કરવાનો છે. આ સિંગર અનુજ અને અનુપમાના સંગીતમાં ચાર ચાંદ લગાવી દેશે.

 

અહિયાં અમે વાત કરી રહ્યા છે બૉલીવુડ સિંગર મીકા સિંહની. એક રિપોર્ટ પ્રમાણે અનુજ અને અનુપમાની સંગીત સેરેમનીમાં મીકા સિંહ પર્ફોમ કરશે. સિરિયલ અનુપમાના મેકર્સ અનુજ અને અનુપમાના લગ્ન દ્વારા ખૂબ ટીઆરપી કમાવવા માંગે છે. આ જ કરણ છે જે અનુજ અને અનુપમાની સંગીત સેરેમનીમાં મેકર્સ ખૂબ પૈસા વહાવશે.

 

એ કહેવું ખોટું નહીં હોય કે અનુજ અને અનુપમાના સંગીતમાં મીકા સિંહની ધૂન પર નાચવાના છે. આમ તો મીકા પોતે હમને પોતાની માટે દુલ્હન શોધી રહ્યા છે. જલ્દી જ મીકા સિંહ પોતાના સ્વયંવર ‘મીકા દી વોટી’ દ્વારા ટીવી પર દેખાવના છે. પોતાના લગ્ન પહેલા મીકા સિંહ અનુજ અને અનુપમાનું બેંડ બજાવવાના છે.

 

બાય ધ વે, સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના મેકર્સે ગૌરવ ખન્ના, રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ ‘અનુપમા’ પહેલા પણ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં થોડા સમય પહેલા અક્ષરા અને અભિમન્યુની સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમાર સાનુએ અક્ષરા અને અભિમન્યુના સંગીત સમારોહમાં ધૂમ મચાવી હતી.

 

કુમાર સાનુની એન્ટ્રી પર અક્ષરા અને અભિમન્યુના સંગીતમાં ખૂબ શાનદાર રહ્યું હતું. સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલતા હૈ’ પછી હવે રાજન શાહી સિરિયલ અનુપમામાં પણ આ અખતરો કરવા માંગે છે. તમને આ સિરિયલ કેટલી પસંદ છે કોમેન્ટમાં જરૂર જણાવજો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *