ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે દર્શકોને શો સાથે જોડી રાખે છે અને સતત પ્રેમ વરસાવતું રહે છે.છેલ્લા એપિસોડમાં તમે જોયું કે વનરાજ અધિકને ખુબ જ લડે છેં અને ત્યાંથી જતો રહે છે, ત્યારબાદ અધિક અને પાખી વચ્ચે ઘણી દલીલો થાય છે.
જે પછી પાખી વસ્તુઓ ફેંકવા લાગે છે અને અધિકને ઈજા થાય છે. તે રડતો રડતો અનુજ પાસે પોંહચે છેં. ત્યાં પાખી વનરાજ પાસે જાય છે અને નવી જ સ્ટોરી સંભળાવે છે. વનરાજ તમાશૉ કરવા અનુજના ઘરે પહોંચે છે.
View this post on Instagram
વનરાજ ખુબ જ મોટો તમાશો કરશે
આજના એપિસોડમાં તમે જોશો કે વનરાજ તમાશા કરવા માટે અનુજના ઘરે પહોંચે છે અને અધિકને મારવાનો પ્રયાસ કરે છે. તેનું કહેવું છે કે તેણે પાખી સાથે ખરાબ વર્તન કર્યું અને પાખીને ધક્કો પણ માર્યો. દરેક જણ કહે છે કે અધિક આવું કરી જ ન શકે.. અધિકે જે કહ્યું તે બધું વનરાજ કહે છે. અધિક કહે છે કે તેને આ ઈજા પણ પાખીના કારણે થઈ છે.
અનુપમા કહે છે કે બંનેની વાત સાંભળવી જરૂરી છે.અધિક આ ન કરી શકે, પાખીનોં પણ દોષ હોય શકે છેં.. વનરાજને ગુસ્સો આવે છે કે અનુપમા આધિકનો પક્ષ લઈ રહી છે. તે કહે છે કે તમે તો ચોક્કસપણે તમારા સાસરિયાઓનો પક્ષ લેશો. જે પછી અનુજ શાંતિથી વાત કરવાનું કહે છે.
વનરાજ અનુપમા પર ગુસ્સે થશે
જે પછી પાખી પોતે કહે છે કે અધિકે તેને ધક્કો નથી માર્યો, ત્યારબાદ બધા પાખીને ખરું ખોટું કેહવાં લાગે છે. બીજા દિવસે, પાખી અનુજને મળે છે. અનુજ કહે છે કે જ્યારે પ્રેમ છુપી રીતે કરવામાં આવ્યો હતો તો પછી બધાની સામે શા માટે લડવુ??.
તમે બધાને કહ્યું કે અધિકએ તમને ધક્કો માર્યો છે. આગામી એપિસોડમાં, અનુપમાને ગુસ્સો આવે છે કે અનુજે પાખી સાથે કેમ વાત કરી. જે બાદ અનુજે અનુપમાને કોઈપણ નિર્ણયમાં સાથ આપવાનો ઈન્કાર કરી દેંશે…
Leave a Reply