પાખીના જીવનમાં થશે અધિક ની ગર્લફ્રેન્ડ ની એંટ્રી, તો બંને પરિવારોમાં ફરીવાર થશે યુધ્ધ…

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો અનુપમા આ દિવસોમાં TRPમાં ટોપ લિસ્ટમાં પહોંચી ગયો છે.અનુપમા ટીવી સિરિયલમાં એકથી વધુ નવા ટ્વિસ્ટ બતાવવામાં આવી રહ્યા છે. હવે આ દરમિયાન વધુ એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ટીવી સિરિયલમાં પાખીની સૌતનની એન્ટ્રી થવા જઈ રહી છેં.

છેલ્લા કેટલાય એપિસોડમાં પાખી અધિક સાથે ગેરવર્તન કરતી જોવા મળી રહી છેં તેમજ ઘરે બેઠા તેં ઓનલાઇન અલગ અલગ મોંઘી વસ્તુઓ મંગાવીને અધિકના પૈસે લહેર કરે છેં.જયારે અધિક પાખીને આગળ ભણવાનું તેમજ નોકરી કરવાનું કહે છેં ત્યારે પાખી ચોખ્ખી ના પાડી દેં છેં.. ઉપરાંત પાખી વનરાજને ઇમોશનલ બ્લેકમેલ કરીને શાહ હાઉસ રહેવા આવી ગઈ છેં તેની વચ્ચે હવે અધિકની એક્સ ગર્લફ્રેડની એન્ટ્રી થવા જઈ રહી છેં..

સિરિયલમાં પાખી અને અધિકના થોડા સમય પહેલા લગ્ન થયા હતા, બંનેએ ભાગીને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા જેના પછી પરિવારના સભ્યો તેમનાથી નાખુશ હતા. હવે ઈમોશનલ બ્લેકમેલ કરીને પાખી ફરી શાહ પરિવાર પાસે આવી ગઈ છે.

જે બાદ હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ પણ અધિકના જીવનમાં કમબેક કરવા જઈ રહી છે.જે પછી પાખીના લગ્નજીવનમાં ચોક્કસ મુશ્કેલીઓ વધવાની છે.હવે જોવાનું એ રહેશે કે પાખી આ સ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપે છે.

બીજી તરફ ‘અનુપમા’માં આગળ બતાવવામાં આવશે કે અનુપમા ડિમ્પીનો વીડિયો બનાવશે અને તેને ઈન્ટરનેટ પર અપલોડ કરશે, જે તેને જોતા જ વાયરલ થઈ જશે. અનુપમાને સમર્થન આપવા માટે મીડિયાના લોકો પણ વિજેન્દ્ર મહેતાના ઘરે પહોંચશે.

એટલું જ નહીં, અનુપમા સાથે કિંજલ, કાવ્યા, ડિમ્પલ, સમર અને અન્ય મહિલાઓ વિજયેન્દ્ર મહેતાના ઘરની સામે અનશન પર બેસશે. આમ આરોપીઓને સજા આપવા માટે અનુપમા હવે કોઈ પણ હદે જવાં તૈયાર છેં…


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *