અભિમન્યુને જોઇને છલકાઈ ગયા અક્ષરા ના આંસુ, બંનેનો સંબંધ કઈ બાજુ આગળ વધશે?

ટીવી દુનિયાની પ્રખ્યાત સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સીરિયલમાં આવતા ટ્વિસ્ટ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.શોમાં લીપ બાદ સ્ટોરીમાં ઘણો બદલાવ આવ્યો છે.અભિમન્યુ અને અક્ષરા બન્ને અલગ અલગ જીવન જીવી રહ્યા છેં. બંનેએ વર્ષોથી એકબીજાને જોયા પણ નથી. પરંતુ લીપ બાદ ફરી એકવાર આ જોડીની સ્ટોરી નવેસરથી શરૂ થઈ રહી છે.

જ્યાં અભિમન્યુ એક પુત્રનો પિતા બન્યો છે.જોકે, અક્ષરાએ તેને આ હકીકતથી અજાણ રાખ્યો છે.તે નથી ઈચ્છતી કે તેના ભૂતકાળનો પડછાયો આજ પર તેના પર પડે. જોકે હવે શોમાં જબરદસ્ત ડ્રામા જોવા મળશે.ગયા એપિસોડમાં શોમાં અભિમન્યુ અને અક્ષરા એકબીજાની સામ સામે આવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Abhira Birla😍💕 (@abhi_ra6)


જ્યાં અભિમન્યુને મળ્યા બાદ અક્ષરા ખૂબ રડી હતી. આટલા લાંબા સમય સુધી અભિમન્યુથી અભિરનું સત્ય છુપાવ્યું તે વિચારીને તેને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. અભિર અક્ષરા અને અભિમન્યુનો પુત્ર છે.

બીજી તરફ, સંજોગો જોઈને, અક્ષરા નક્કી કરે છે કે તે ભૂતકાળ અને વર્તમાનને એકબીજાથી અલગ રાખશે. આ દિવસોમાં આ સિરિયલનું શૂટિંગ શિમલામાં ચાલી રહ્યું છે. જ્યાં નસીબ ફરી એકવાર બંનેને એકબીજાની સામે લાવી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by MS is here 😌 (@harshali_adiza_is_magican)


શોમાં બતાવવામાં આવ્યું હતું કે અક્ષરાએ ભૂલથી અભિમન્યુનો હાથ પકડી લીધો હતો.જ્યાં અભિમન્યુને જોયા બાદ પહેલા તો તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકતો નથી.બાદમાં, પોતાની જાતને સંભાળીને, અક્ષરા અભિમન્યુ સાથે નોર્મલ રીતે વર્તન કરવાનું શરૂ કરે છે.

શોમાં આ ટ્વિસ્ટએ ફરી એકવાર દર્શકોનો રસ વધાર્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું અક્ષરા અભિમન્યુને ભૂલીને તેના આજમાં જીવી શકશે કે નહીં??? જ્યારે સમય આવશે, ત્યારે તે અભિમન્યુની સામે તેના પુત્ર અભિરનું સત્ય અક્ષરાને કહેશે કે નહિ?? જોકે, દર્શકો એ જોવા માટે ઉત્સુક છે કે સત્ય જાણ્યા પછી અભિમન્યુની પ્રતિક્રિયા કેવી રહેશે.શું તે અક્ષરાને માફ કરી શકશે?


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *