મહિલાઓના વાળ એ સુંદરતા નું પ્રતિક માનવામાં આવે છે. વાળ એ ચહેરાની સુંદરતાનો ખુબજ મહત્વનો ભાગ છે. વાળનું ખરવું એ સામાન્ય પ્રક્રિયા થઇ ગઈ છે. કારણ કે વાળની વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં એક તબક્કો ખરવાનો પણ હોય છે. ઘણા લોકોને વાળ ખરવા લાગે છે, તો અમુક લોકોને ખોડાની સમસ્યા હોય છે.
આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું, જેનાથી વાળની સમસ્યા દુર થઇ જશે.. આ ઘરેલું નુસખા બનાવવા માટે મેથી અને આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે, જે વાળની બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.
આ એક પ્રકારનું પાણી છે, આંબળા અને મેથીના પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે. પરંતુ આ માટે તમારે આંબળાનો પાવડર અથવા તાજા આમળા નહીં, પરંતુ સૂકા આમળાનો ઉપયોગ કરવો પડશે. મેથી તમને તમારા ઘરના રસોડામાં સહેલાઇથી મળી જશે હવે જાણીએ આયુર્વેદિક ફોર્મુલા બનાવવા અને તેને લગાવવાની રીત..
ઉપચાર બનાવવા માટે જરૂરી સામગ્રી :- મેથી, સુકા આંબળા, ફુદીનાના પાન, પાણી
બનાવવાની રીત :- સૌ પ્રથમ એક પેન લો તેમા મેથીના દાણા, સૂકા આંબળા અને ફ્રેશ, ફુદીનાના પાન અને પાણી ઉમેરી લો. એ પછી આ પેનને ઢાંકી લો અને તેને આખી રાત મુકી રાખો. તે બાદ તેને 5-10 મિનિટ માટે તેજ આંચ પર ગરમ કરો.
ત્યાર બાદ તે બરાબર રીતે ઉકળી જાય તો તેને ઢાંકીને ઠંડુ થવા માટે મુકી દો. પછી ગાળીને કોઇ વાસણમાં નીકાળી લો, તૈયાર છે પાણી. વાળને સારી રીતે શેમ્પુથી ધોઈ લેવા, ત્યારબાદ કન્ડિશનર લગાવો અને તેને સારી રીતે સાફ કરો.
ધીમે ધીમે વાળમાંથી પાણી કાઢો અને આ હર્બલ પાણી ધીમે ધીમે તમારા વાળ પર રેડવું. તેને એવી રીતે લગાવો કે તે તમારા વાળના મૂળ સુધી સારી રીતે પહોંચે. જ્યારે બધા પાણીનો ઉપયોગ થાય છે અને વાળ સંપૂર્ણપણે ભીના થાય છે, ત્યારે તમારે 15 થી 20 મિનિટ રાહ જોવી પડશે. હવે તમારે તમારા વાળ ફરીથી ધોવા પડશે, તે પણ ફક્ત સાદા પાણીથી ધુઓ.
આ આયુર્વેદિક ઉપાય છે તેથી તેનું પરિણામ થોડું ધીમું મળી શકે છે. તમે તેનો પરિણામ ફક્ત ત્યારે જ જોશો જ્યારે તમે તેનો ઉપયોગ લગભગ 7-8 અઠવાડિયા, અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો. આંબળા આપણા વાળ માટે સુપરફૂડની જેમ કામ કરે છે.
તેમાં પુષ્કળ પોષક તત્વો શામેલ છે, જેનાથી તે વાળની એક શક્તિશાળી પ્રાકૃતિક હેર ફોલ કંટ્રોલ રેમેડી બનાવે છે. તેમાં રહેલા વિટામિન, ખનિજો, એમિનો એસિડ્સ અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ સ્કેલ્પ ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારીને વાળના મૂળને મજબૂત બનાવે છે. આનાથી વાળના ખરવાની સમસ્યામાં ઘટાડો થાય છે.
Leave a Reply