વ્યક્તિત્વના રહસ્યો શરીરના ભાગોની રચના, આકાર અને રંગ દ્વારા પ્રગટ થઈ શકે છે, અને ભવિષ્યની માહિતી પણ તેના પરથી મેળવી શકાય છે. માનવામાં આવે છે કે વ્યક્તિના પગનો પંજો એ તેના વ્યક્તિત્વનું દર્પણ છે. પગના પંજાદ્વારા મનુષ્યની કેટલીક આદતો વિષે ખબર કરી શકાય છે.
જ્યારે પગના પંજાથી સ્વાસ્થ્ય વિષે પણ જાણકારી મેળવી શકાય છે કે કોઈ વ્યક્તિ કેટલું સ્વસ્થ છે. કહેવાય છે કે પગના પંજામાં થનાર બદલાવ કેટલીક પ્રકારની બીમારીઓ અને હ્રદયનું યોગ્ય રીત થી કામ નહિ કરવાનું સંકેત પણ હોઈ શકે છે. આજે અમે તમને પગના પંજાના કેટલાક લક્ષણો વિશે જણાવીશું.
બીજી અને ત્રીજી આંગળી વચ્ચેનો ગેપ:આવા લોકો જાણે છે કે તેમની ભાવનાને કેવી રીતે અલગ રાખવી જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે તેઓ સરળતાથી તેમની ભાવનાઓને દૂર કરે છે. અને ઈમોશનલ થયા વગર અગત્યના નિર્ણયો લેવામાં સક્ષમ હોય છે. તે લોકો ખુબ જ સમજદાર પણ હોય છે.
રોમન ફૂટ: બધી આંગળીઓ એક જ રેખામાં અને સીધી પણ હોય છે. અંગૂઠો સૌથી મોટો છે. આવા પગવાળા લોકો ખૂબ જ સામાજિક હોય છે તેમને લોકોને મળવું ખુબ જ ગમે છે. ઉપરાંત તેઓ મુસાફરીના પણ શોખીન હોય છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હોય છે, તેથી તે સારા વક્તાઓ અને ઉદ્યોગપતિ હોય છે.
પહોળો પંજોઃપહોળો પંજો ધરાવતા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને હંમેશા નવું કામ હાથ પર ધરવા તૈયાર હોય છે. તેમને કામ મળે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે. પરંતુ આવા લોકોએ પોતાની જાત માટે પણ થોડો સમય ફાળવવો જોઈએ અને જીવનમાં શાંતિ શોધવી જોઈએ.
સ્ક્વેર ફૂટ:જે લોકોના પગનો આકાર સ્ક્વેર હોય અને જેની આંગળીઓ સીધી હોય, તે સ્વભાવમાં ખૂબ શાંત હોય છે. તેઓ અન્ય વ્યક્તિ સાથે કોઈ બાબતોમાં ઝઘડો કરતા નથી.
ગ્રીક ફુટ:તેને ફ્લેમ ફુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારમાં, બીજી આંગળી અંગૂઠા કરતા મોટી હોય છે. આવી ડિઝાઇનવાળા લોકો ખૂબ ઉત્સાહી અને પ્રેરણાદાયક પણ હોય છે. આવા લોકો મોટે ભાગે કલાકારો અથવા રમતવીરો બને છે. તેઓ સારા વક્તા પણ હોય છે.
સ્ટ્રેચડ ફૂટ:જે લોકોના પગ દુર્બળ હોય છે, તેઓ શરીરમાં ઘણા દુબળા-પાતળા હોય છે અને તેઓ તેની સાથે સંકળાયેલી વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરતા નથી, તેમની પાસે ખૂબ મોટા રહસ્યો પણ હોય છે જે કોઈને પણ પોતાના મનની વાત જણાવતા નથી.તેમનું મન પણ વારંવાર બદલાતું રહે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…