આપણે ભૂત-આત્મા સંબંધિત રોચક વાતો વિશે જાણવા જઈ રહ્યા છીએ. પ્રાચીન સભ્યતાઓમાં લોકોની સમસ્યાનું નિવારણ કરવા આત્માનું આહ્વાન કરવામાં આવતું.આત્માની અસર કોઈ વ્યક્તિ પર થઈ હોય તો તેને દૂર કરવા થતી વિધિ વિશે પણ તમે સાંભળ્યું હશે. આ માન્યતા વર્ષો જૂની છે અને આજે પણ દેશના એવા અનેક સ્થળ છે
જ્યાં આત્માને બોલાવી લોકો પોતાની સમસ્યાઓને દૂર કરવાની વિધિ કરાવતાં હોય છે. આ માન્યતાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.અનેક લોકો આત્માને બોલાવવાની વાત કરતાં હોય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આત્માને લોકો બોલાવતા કેવી રીતે હોય છે ? આત્માને બોલાવવા માટેની કેટલીક રીતો છે જે ખૂબ પ્રચલિત છે.
તેના વિશે આજે જાણકારી મેળવીએ. ફિલ્મોમાં જોયું હશે લોકો પ્લેનચિટના માધ્યમથી આત્માને બોલાવતાં હોય છે. તેમાં અંગ્રેજીના અક્ષર અને આંકડા લખેલા હોય છે. તેની વચ્ચે એક સર્કલમાં હા અને ના લખેલું હોય છે. સર્કલ પર એક વાટકી રાખે તેના પર ત્રણ લોકો પોતાની આંગળી રાખે છે અને આત્માનું આહ્વાન કરે છે.જ્યારે આત્મા આવે છે તો વાટકી ધ્રુજે છે
પછી લોકો પોતાના પ્રશ્ન પુછે છે અને આત્મા અક્ષર અને આંકડાના માધ્યમથી જવાબ આપે છે. દિલ આકારનો લાકડાનો ટુકડો લઈને પણ લોકો આત્માને બોલાવતા હોય છે. આ ટુકડામાં નીચેની તરફ પૈડા લાગેલા હોય છે.તેના નીચેના ખૂણા પર એક કાણું કરી અને તેમાં પેન્સિલ રાખવામાં આવે છે. આ યંત્રને સાદા કોરાં કાગડ પર રાખી અને આત્માને બોલાવામાં આવે છે.
આત્માને પ્રશ્ન પુછવામાં આવે છે અને તે જવાબ આપે છે તે કાગળ પર અંકિત થાય છે.આપણા દેશના ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય લોકોના શરીરમાં આત્મા પ્રવેશ કરતી હોવાની ઘટના બનતી હોય છે. આત્મા અન્યના શરીરમાં પ્રવેશ કરી તેમની સમસ્યાનું સમાધાન કરે છે. આત્માની શરીરમાં પ્રવેશ કરવાની ઘટના કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન બનતી હોય છે.
Leave a Reply