દશાનનને વિશ્રાવ અને કેકેશીનો જ્યેષ્ઠ દિકરો ગણાવ્યો છે. દશાનન અડધો બ્રાહ્મણ તથા અડધો રાક્ષસ હતો. દશાનને મંદોદરી સાથે લગ્ન કરેલા. તેમણે શ્રી રામની પત્ની દેવી સીતાનુ હરણ કરેલ તથા તેને પોતાના રાજ્યમા લાવ્યો,જ્યા માતા સીતાને અશોક વાટિકામાં કેદ કરેલા અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ જણાવી.
રામ ભગવાને મહારાજ સુગ્રીવ તથા તેની વાનરસેનાની સહાયતાથી લંકાધિપતિ દશાનન પર ચડાઈ. તેમને રાવણનો અંત કરી માતા સિતાનુ રક્ષણ કર્યુ.આ દશાનન જ હતો કે જેને ભગવાન શિવની આરાધના કરી તેને પ્રસન્ન કર્યા હતા ને દસ માથાનુ વરદાન પણ મેળવેલ હતુ. આપણને એવુ લાગે છે કે તે એક નિષ્ઠુર રાજા હતો, પણ તે એક માહાનશાસન કરનાર પણ હતો.
તેની અંદર ઘણા ગુણો હતા તેઓને ચાર વેદ તથા છ શાસ્ત્રોનોપણ અભ્યાસ કરેલો અને તે પ્રભુ શિવનો મહાન ભક્ત પણ હતો.આપણા શાસ્ત્રોમા જણાવ્યા મુજબ તેણે કૈલાશ પર્વતને પણ લઈ જવાનો પ્રયત્ન કરેલ. પણ ભગવાન શંકરે તેને એમ કરતા અટકાવી દીધા હતા અને પહાડની નીચે કેદ પણ કરી લીધા.
આશરે એક હજાર વર્ષ સુધી તેમણે આ શિવ સ્ત્રોત્રનો પાઠ કર્યો હતો ત્યારે ભગવાન શિવે તેને એક ફળ રૂપે અજોડ તલવાર તથા એક બેનમૂન શિવલિંગ પણ આપેલા હતા. હાલમા પણ ઘણા શિવ મંદિરોમા દશાનનનુ પૂજન કરવામા આવે છે.પણ દેવોને આ વાત હજમ ન થઈ અને તેને દશાનનને આ શિવલિંગ લંકા સુધી પહોચવા પણ ન દીધુ અને પૃથ્વી પર જ તેનુ સ્થાપન કરી નાખ્યુ.
અનેકવાર આપણે જોયુ હોય તો દસ માથાનો ઉલ્લેખ થયેલો છે પણ આપણને દેખાય છે તો ફક્ત નવ માથા જ નજરે આવે છે. આવુ એટલા માટે કે તેમણે શિવને ખુશ કરવા માટે તેને માથુ અર્પણ કરેલ હતુ.દશાનનને બે ભાઈઓ છે એક તો કુંભકર્ણ તથા બીજા છે વિભીષણ. અગિયાર હજાર વર્ષ સુધી ગોકર્ણ નામના પહાડ પર આકરી તપસ્યા પણ કરેલ અને બ્રહ્મદેવ પાસેથી વરદાન પણ મેળવેલ છે.
દશાનનને અજય અને અમરત્વનુ વરદાન મળેલ કોઈ માનવી જ તેનો અંત કરી શકશે. દશાનને પોતાના જ ભાઈ કુબેર પાસેથી લંકાને પડાવી લીધી હતી અને પોતાનુ આધિપત્ય સ્થાપ્યુ હતુ.આ લંકાધિપતી રાવણે ખુબ જ તપશ્ચર્યા કરેલ હતી અને તેની સાથો સાથ તેમને ખુબ જ શક્તિ પણ પ્રાપ્ત કરેલ હતી.
આ દશાનનનો જન્મ રામ પૂર્વે હજારો વર્ષ પહેલા થયેલો હતો. એવુ માનવામા આવે છે કે તેનો જન્મ સતયુગના વચ્ચેના ભાગમા થયેલો તથા ત્રેતાયુગમા તેનુ મોત નિપજ્યુ હતુ. વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણમા રાવણે આશરે દશ હજાર વર્ષ સુધી આકરી તપસ્યા કરેલ છે.રાજા રામ કરતા દશાનન એ આશરે ત્રણ લાખ વર્ષ મોટા હતા.
તે પોતાના પુષ્પક વિમાનમા આખી દુનિયાની સફર પણ કરેલ હતી. આ માટે આપણે તેની ઉંમરનો ખ્યાલ મેળવવો કપરો બની જાય છે. એવુ મનાય છે કે તેની ઉંમર આઠ લાખ વર્ષ હોવાનો અંદાજ છે કેમ કે તેની નાભીમા અમરત્વ રહેલુ હતુ.જો ભગવાન રામ દ્વારા તેનો વિનાશ ન થયો હોત તો લગભગ આજે પણ જીવંત હોત.
દશાનને અનેક હત્યા કરેલી જેમા ઈક્ષાવકુ રાજવંશના રાજા અનરન્યા પણ સમેલ હતા. આ રાજાએ તેને શાપ આપેલ હતો કે મહારાજ દશરથનો પુત્ર તારા વિનાશ નુ કારણ બનશે અને અંતે બન્યુ એવુ જ શ્રી રામ દ્વારા તેનો અંત થયો. એવુ માનવામા આવે છે કે ભગવાન રામે અયોધ્યામા અગિયાર હજાર વર્ષ સુધી શાસન કરેલુ.
Leave a Reply