આસોપાલવના તોરણથી ધાર્મિક કાર્યો સિવાય મળે છે અનેક લાભ

આપણે ઘણી વાર જોઈએ છીએ કે કોઈ પણ ધાર્મિક ઉત્સવ કે પૂજા પાઠ માટે આસોપાલવ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમે ઘણી જગ્યા એ જોયું હશે કે ઘરે જયારે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે અથવા તો કોઈ પ્રસંગ કે કોઈ તહેવાર હોય ત્યારે ઘરના આંગણે આસોપાલવ નું તોરણ બાંધવામાં આવે છે.

હિંદુ ધર્મમાં આસોપાલવનું ઘણું મહત્વ કહેવામાં આવ્યું છે. જેમ પીપળો, વડ, બિલિ, તુલસી, કેળ, શમીના વૃક્ષોને શુભ માનવામાં આવે છે તેમ આંબો અને આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. વાર તહેવાર આપણે આપણાં ઘરના મુખ્ય દ્વારે આંબાના પાન કે આસોપાલવના પાનનું તોરણ બાંધીએ છીએ.

માત્ર ઘરના દરવાજા પર જ નહીં, જ્યારે પૂજાનો કળશ તૈયાર કરવામાં આવે છે. ત્યારે તેના પર પણ આંબાના પાન મૂકવામાં આવે છે. આ સિવાય જ્યારે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન થઈ રહ્યાં હોય ત્યારે, પણ મંડપને આંબાના પાનથી જ સજાવવામાં આવે છે. તો આજે અમે જણાવીશું આંબાના પાન નું મહત્વ અને તેનાથી થતા લાભ. તો ચાલો જાણીએ શા માટે લગાવામાં આવે છે આસોપાલવ નું તોરણ.

ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું કે આસોપાલવનું તોરણ લગાવવાથી દરેક કાર્ય કોઈ પણ વિઘ્ન વિના સારી રીતે પાર પડી જાય છે. જો કોઈ અડચણ આડી આવતી હોય તો એ દુર થઇ જાય છે. તેમજ ખરાબ અને નકારાત્મક શક્તિ પણ આ પાન ના તોરણ થી દુર ભાગે છે. તેમજ આસુરી અને રાક્ષસી તત્વ બહાર જ રહે છે.

હનુમાનજીની કૃપા મેળવવા : ધાર્મિક માન્યતા અનુસાર કેરીને હનુમાનનું પ્રિય ફળ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યાં પણ કેરી અથવા કેરીના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે. તેથી ઘરમાં અંબાના પાન રાખવાથી હનુમાનજી ના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સુખ-સમૃદ્ધિ વધારવા માટે : એક માન્યતા મુજબ આંબાનું લાકડું, ઘી અને હવન સામગ્રી વગેરેના હવનમાં ઉપયોગથી વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. બહારથી આવતી હવા જ્યારે પણ આ પાનનો સ્પર્શ કરીને ઘરમાં પ્રવેશે છે તો સાથે સકારાત્મક કણોને પણ સાથે લાવે છે. આ હવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરમાંથી કંકાસ દૂર થાય છે.

ધાર્મિક કાર્યોમાં મહત્વ : નવજાત બાળકના પારણાંને પણ આંબાના પાનથી સજાવવામાં આવે છે. આ સિવાય એવા અનેક ધાર્મિક કર્મ-કાંડ અને મંગળ કાર્યો છે. જેમાં આંબાના પાનનો અચૂક ઉપયોગ કરવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *