આકસ્મિક સંકટ તેમજ આર્થિક સંકટમાંથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

આપણા પૂર્વજોને સૂર્યમંડળ અને આકાશગંગાનું બહુ જ્ઞાન હતુ. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે તેમના જ્ઞાનનો આભાર માનીએ છીએ.એટલુંજ નહી, ગ્રહોના નામથી પણ તેમના લક્ષણ નક્કી કરવામાં આવ્યા છે. દરેક ગ્રહો અને નક્ષત્રોની પોતાની પ્રકૃતિ કે ગુણ હોય છે.જીવનમાં સતત સંઘર્ષ આવવાથી ક્યારેક હિંમત હારી જવાય છે જીવનમાં થાક લાગે છે અને ઉત્સાહ જતો રહે છે

ત્યારે જરૂરી છે કે જાણી લેવું કે આવુ કેમ થાય છે. જો તમારા ગ્રહો અને નક્ષત્રો ની દશા ખરાબ ચાલી રહી હોય તો તમે પણ સંકટોથી ઘેરાઇ જતાં હોવ છો.વર્તમાનમાં કેટલાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના સમર્થક આ તથ્યને માત્ર એક અંધવિશ્વાસની સંજ્ઞા આપે છે. તેમનું માનવુ છે કે વ્યક્તિના વિચાર અને કર્તવ્ય જ તેમનું ભાગ્ય નક્કી કરે છે.

આવા લોકોનું માનવું છે કે જીવનની સાથે ચાલતા રહેવુ જોઈએ.જો ભાગ્યમાં અવરોધ આવે તો, તેનો સામનો કરી આગળ વધવુ જોઈએ.આવી હાલતનું કારણ આપણી ગ્રહદશાહોય છે, ગ્રહદશા નબળી હોય ત્યારે તકલીફ ચારેબાજુથી ઘેરી વળતી હોય છે. તેમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાય તે જોઇએ.ગાય, કૂતરા, કીડી, પક્ષીઓ, કાગડા કે કોઇપણ અશક્ત માણસને ભોજન આપો

તેમની દુઆ તમને સંકટમાંથી ઉગારશે, વેદોમાં પણ કહ્યું છે અબોલ તેમજ નિર્બળને ભોજન અને જળ અર્પણ કરવાથી તેમની દુઆ પ્રાપ્ત થશે. રોજ પક્ષીઓને દાણા નાખવાથી પિતૃ તૃપ્ત થાય છે. રોજ કીડીને દાણા આપવાથી દેવામાંથી મુક્તિ મળે છે.રોજ કૂતરાને રોટલી ખવડાવવાથી આકસ્મિક સંકટમાંથી છુટકારો મળે છે. રોજ ગાયને રોટલી ખવડાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે.

એક પાણીદાર નાળિયેર લેવું, તેને જે વ્યક્તિ સંકટમાંથી પસાર થતી હોય અથવા તો તમે પોતે સંકટનો સામનો કરી રહ્યા હોવ તો તમારા માથે 21 વાર નાળિયેર ઉતારવું  બાદ કોઇપણ દેવસ્થાને જઇને તે નાળિયેરને બાળી દેવું. આ ઉપાય અજમાવવાથી સમગ્ર સંકટ દૂર થશે. યાદ રાખો કે આ ઉપાય મંગળવાર કે શનિવારે જ અજમાવવો અને સળંગ પાંચ વાર અપનાવવો. ઘરમાં કોઇની તબિયત ખરાબ હોય તો તેમના માથેથી પણ આ રીતે નાળિયેર ઉતારી શકો છો.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *