માનવી પોતાના રોજીંદા જીવન મા ખોરાક માથી ઊર્જા પ્રાપ્ત કરે છે.બધા ના ખોરાક જુદા જુદા હોય છે. એટલે કે કોઈ ના ખોરાક મા દાળ ભાત, રોટલી, શાક તો કોઈ ના ખોરાક મા નોન વેજ પણ હોય છે. આ બધા ખોરાક ના સેવન થી આપણા દેહ ને જરૂરી તાકત મળે છે. આપણે કાયમ કોઈ શાક તો ખાતા જ હોઈએ છીએ.
શાક માત્ર ભોજનના સ્વાદ મા જ વધારો નથી કરતી પણ આપણ ને બધા ને સ્વસ્થ તેમજ તંદુરસ્ત બનાવવા માટે ફાયદાકારક ગણવા મા આવે છે. આ શાક ના સેવન થી આપણ ને પુરતી ઉર્જા મળી રહે છે.જુદા જુદા શાક ની જુદી જુદી વિશેષતાઓ રહેલી છે. તો આજ ના આ લેખ મા અમે તમને એવી ચાર શાકભાજી વિશે માહીતી આપીશુ જે માનવી ને શરીર ટકાવવા માટે આવશ્યક ઊર્જા આપે છે
- કંટોલા ને આયુર્વેદ મા સૌથી શક્તિશાળી શાક મા નુ એક શાક ગણવા મા આવ્યુ છે. કંટોલા ના નિત્ય સેવન થી તમારુ શરીર શક્તિશાળી તેમજ નિરોગી રહે છે. તેની સાથો સાથ આ કંટોલા મા રહેલા લ્યૂટેન જેવા કરોટૉનોઈડ્સ એ આંખ ને લગતા જુદા જુદા રોગ તથા કેન્સર ને પણ અટકાવવા મા ફાયદાકારક સાબિત થાય છે.
- લીલી ચોળી મા વિપુલ પ્રમાણ મા આયર્ન જોવા મળે છે તેની સાથો સાથ તેમા ઘણી જાત ના વિટામિન પણ રહેલા હોય છે. જો તમે આ ચોળી નુ કાયમી પોતાના ભોજન મા સેવન કરો છો તો તે તમારા હાડકા ને મજબૂતાઈ પ્રદાન કરે છે. આ સિવાય પણ ઘણા એવા રોગો હોય છે કે જે આ ચોળી નુ સેવન કરવા થી દૂર થઈ જાય છે અને માનવશરીર ને શક્તિશાળી બનાવી દે છે.
- કારેલા કડવા જ નથી હોતા પણ ખુબ જ વધારે લાભદાયી પણ હોય છે. અમુક ને કારેલા કડવા તેમજ કડશા લાગતા હોવા થી તે એનુ સેવન કરતા નથી. પણ જો કારેલા નુ સેવન કરવા મા આવે તો તેનાથી દેહ ને ગજબ ના ફાયદા મળે છે. આ કારેલા ને ભોજન મા સમાવેશ કરવા મા આવે તો તમારા લોહી ને તે શુદ્ધ કરે છે લોહી ને શુદ્ધ કરવા ની સાથો સાથ તે વ્યક્તિ ને આવતા હ્રદય રોગ ના હુમલા ની શક્યતા મા પણ ખુબ જ ઘટાડો કરે છે. અને તેની સાથો સાથ જે વ્યક્તિ ને મધુપ્રમેહ ની સમસ્યા હોય તે વ્યક્તિઓએ કારેલા નુ અચુક પણે સેવન કરવુ જોઈએ.
- મુળોએ માનવી ના આરોગ્ય માટે કોઈ આશિર્વાદ થી ઓછુ નથી. તેની પાછળ નુ કારણ એ છે કે તેના થી આપણા દેહ ને જરૂરી એવી શક્તિઓ મળે છે.જો તમે કાયમી આ મુળા નુ સેવન કરતા હોવ તો તમને કેન્સર થવા ની સંભાવના ખુબ જ ઓછી રહે છે. તેની સાથે સાથે આ આપણા ભોજન ના સ્વાદ મા વધારો કરે છે. તો તમારે મૂળા નુ સેવન અચુકપણે કરવુ જ જોઈએ.
Leave a Reply