માતા લક્ષ્મીનો વાસ છે આ મંદિરમાં , પ્રસાદ સ્વરૂપે મળે છે આભૂષણ

કોઈ મંદિર પોતાની બનાવટને લઈને તો કોઈ પોતાની કથાઓ માટે તો કોઈ પ્રસાદ માટે પ્રસિદ્ધ છે. આ મંદિરોમાં એવી અનેક વાતો છે જે તેમને નોખા બનાવે છે. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં છે. આ મંદિર લક્ષ્મી માતાનું મંદિર છે.આ અંદિર અનેક રીતે મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે મંદિરોમાં ભક્તોને પ્રસાદમાં મીઠાઈ કે અન્ય ચીજો અપાય છે.

પરંતુ માતા લક્ષ્મીના આ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે સોના-ચાંદી અને ઘરેણા અપાય છે. એટલું જ નહીં મંદિરમાં જે પણ ભક્ત આવે છે તેને સોના ચાંદીના સિક્કા પણ પ્રસાદ તરીકે મળતા હોય છે.આ અનોખા મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે આવે છે.

અહીં આવનારા ભક્તો માતાના ચરણોમાં સોના ચાંદીના આભૂષણ ચઢાવે છે. દીવાળી સમયે આ મંદિરમાં ખુબ ભીડ રહે છે. ધનતેરસથી લઈને પાંચ દિવસ સુધી આ અનોખા મંદિરમાં દીપોત્સવનું આયોજન થાય છે. અત્રે જણાવવાનું કે આ પાંચ દિવસોમાં માતાનો શ્રૃંગાર પણ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા ઘરેણા અને ધનથી થાય છે.

આ મંદિરમાં દીપોત્સવ સમયે ખુબ ભીડ રહે છે. આ દરમિયાન મંદિરમાં કુબેરનો દરબાર લાગે છે. જે પણ ભક્ત આ મંદિરમાં દર્શન માટે આવે છે તેમને પ્રસાદમાં ઘરેણા અને સોના ચાંદીના સિક્કા અપાય છે. આ મંદિરનો અનોખો પ્રસાદ મંદિરને આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બનાવે છે.દીવાળીના દિવસે મંદિરના કપાટ 24 કલાક ખુલ્લા રહે છે.

કહેવાય છે કે તે સમયે માતાના દર્શનથી ઘરમાં ક્યારેય ધન સંપત્તિની કમી રહેતી નથી. દીવાળી સમયે આ મંદિરનું મહત્વ વધી જાય છે. ધનતેરસ પર અહીં મહિલાઓને કુબેરની પોટલી મળે છે. આ મંદિરમાં આવનારા ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે. કહેવાય છે કે અહીં માતા લક્ષ્મીનો વાસ છે.

મંદિરમાં દીપોત્સવ દરમિયાન કુબેરનો દરબાર લગાવવામાં આવે છે. આ દરબારમાં જે ભક્ત આવે છે તેમને ઘરેણા અને રૂપિયા પ્રસાદ તરીકે આપવામાં આવે છે. કહેવાય છે કે દીવાળીના દિવસે મંદિરના કપાટ 24 કલાક ખુલ્લા રહે છે. ધનતેરસના દિવસે અહીં આવનારી મહિલા ભક્તોને કુબેરની પોટલી મળે છે

જે પણ ભક્ત આવે છે તે ખાલી હાથે પાછો ફરતો નથી.મહાલક્ષ્મીના આ મંદિરમાં દાયકાથી ઘરેણા અને રૂપિયા ચઢાવવાની પરંપરા છે. માન્યતા છે કે પોતાના રાજ્યોની સમૃદ્ધિ માટે રાજા અહીં ધન ચઢાવતા હતા. ત્યારથી અહીં આવતા ભક્તો સોના અને ચાંદી તથા ઘરેણા ચઢાવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *