આ તેલનો ઉપયોગ ખાવાનું બનાવવા માટે કરવાથી શરીર રહે છે એકદમ સ્વસ્થ..

રસોઈ બનાવવા માટે તેલ ખુબ જ મોટી ભૂમિકા ભજવે છે. ભોજનમાં સ્વાદ લાવવા માટે તેલ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે કોઈપણ વસ્તુ તેલ વગર સ્વાદિષ્ટ બની શકતી નથી. જો સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો દરેક લોકો ખાવામાં કઈ તેલ નો ઉપયોગ કરવો અને કેટલી માત્રામાં તેલ લેવું તેના વિશે જાણકારી મેળવવી શક્ય નથી. અમે તમને જણાવી દઈએ કે તેલના જેમ જેમ ઘણા પ્રકાર હોય છે તેમ તેના ફાયદા પણ અલગ અલગ હોય છે.

કેટલાક લોકો ને વધારે ઓઈલી ખાવાનું પસંદ હોય છે તો કેટલાક ને ઓછુ ઓઈલી. તેથી ખાવામાં ઓઈલ નો સાચી પસંદગી હોવી ખુબ જ જરૂરી છે, કારણકે જો તમારું ઓઈલ હેલ્થી નથી તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તો ચાલો જાણી લઈએ કે કત્ય તેલ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.

સરસવનું તેલ :- સરસવ નું તેલ પ્રાકૃતિક ગુણ થી ભરપુર હોય છે. તેનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરી શકાય. સરસવનું તેલ આરોગ્ય માટે તો  સારું છે જ સાથે-સાથે તે સુંદરતા પણ વધારે છે. સરસવમાં એવા તત્વો જોવા મળે છે જેની ત્વચા અને તમારા શરીરને જરૂર છે. સરસવનું તેલ આરોગ્ય, વાળ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે. તેમાં ઘણા બધા પોષક તત્વ છે.

ઓલિવ ઓઈલ :- આ તેલ આપણા શરીરના ઘણા રોગ માંથી રાહત અપાવે છે. ઓલીવ ઓઈલ આપણી સુંદરતા વધારવાની સાથે સાથે આપણને બીજી પણ ઘણી સમસ્યાઓ જેવી કે વાળ અને ચામડી સબંધી સમસ્યાઓ માંથી રાહત અપાવે છે. જેતુનના તેલ જેને આપણે ઓલીવ ઓઈલ પણ કહીએ છીએ. જેતુનના તેલનો ઉપયોગ ખાવાનું બનાવવામાં, સોંદર્ય સામગ્રી અને દવાઓમાં તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

સુરજમુખી તેલ :- આ છોડ દેખાવ માં ખુબ જ સુંદર હોય છે એટલુ જ  નહિ પરંતુ સૂર્યમુખીના છોડ નું તેલ પણ આપણા શરીર માટે ખુબ જ ફાયદા કારક છે. અને તે ઘણી બીમારીઓ ને જડમૂળ થી દુર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.

સૂર્યમુખીના તેલ માં મોટા ભાગનું લીનોલીક એસીડ હોય છે તેમજ કેરોટીન અને ટોકાફ્લોર, વિટામીન ઈ, વિટામીન ડી ભરપુર માત્રા માં હોય છે. સૂર્યમુખીના તેલ ની અંદર ફેટી એસીડ ની માત્રા ખુબ જ હોય છે. જે શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્રાને કન્ટ્રોલ માં રાખે છે. તેથી આ તેલ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં ખુબ જ મદદરૂપ  છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *