સમુદ્રી તળ થી લગભગ ૭૦૦૦ ફૂટ ની ઉંચાઈ પર સ્થિત આ શનિધામ માં દર વર્ષે ચમત્કાર થાય છે. પોરાણિક કથાઓ ને અનુસાર ન્યાય ના દેવતા શનિદેવ ને હિંદુ દેવી યમુના ને ભાઈ માનવામાં આવે છે.શનિદેવ ને ન્યાય ના દેવતા પણ કહેવામાં આવે છે. દેવભૂમિ ઉત્તરાખંડ ને ખરસાલીમાં માં યમુના ના મોટા ભાઈ શનિદેવ નું ધામ સ્થિત છે.
જ્યાં ભગવાન શનિદેવ 12 મહિના સુધી વિરાજમાન રહે છે.એમના કષ્ટો ને દુર કરવા માટે ડર વર્ષે શાની મંદિર માં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુ આવે છે. આ મંદિર ની કલાકૃતિ ખુબ જ પ્રાચીન છે. ઇતિહાસકાર માને છે કે આ મંદિર નું નિર્માણ પાંડવો એ કરાવ્યું હતું. આ મંદિર માં પાંચ મંજીલો છે.
પરંતુ બહાર થી ખબર નથી પડતી. મંદિર ના નિર્માણ માં પથ્થર અને લાકડી નો ઉપયોગ કર્યો છે. મંદિર માં શનિદેવ ની કાંસ્ય મૂર્તિ વિરાજમાન છે. શની મંદિર માં એક અખંડ જ્યોતિ મોજુદ છે.સ્થાનીય લોકો ની માન્યતા છે કે આ અખંડ જ્યોતિ ના માત્ર દર્શન થી જીવન ના બધા દુઃખ દુર થઇ જાય છે. યમુનોત્રી ધામ થી લગભગ ૫ કિલોમીટર પહેલા આ મંદિર આવે છે.
મંદિર પુરોહિતો ને અનુસાર આ મંદિર માં વર્ષ માં એક વાર કાર્તિક પૂર્ણિમા ના દિવસે અદભૂત ચમત્કાર થાય છે.આ દિવસે મંદિર ની ઉપર રાખેલા માટલા આપોઆપ બદલી જાય છે. પુરોહિતો ની વાત માનીએ તો આ દિવસે જે ભક્ત શનિ મંદિર માં એમના કષ્ટ ને લઈને આવે છે , એના કષ્ટ હંમેશા માટે સમાપ્ત થઇ જાય છે.
Leave a Reply