જ્યારે માનવીના હ્રદયની ગતી ધીમી પડે અને શ્વાસ લેવાની ક્રીયા પણ ઓછી થવા લાગે ત્યારે થાય છે આ સમસ્યા

માનવીને આશરે છ થી આઠ કલાકની ઊંઘ આવશ્યક છે. અને તે આટલી ઊંઘ મેળવે એ જરૂરી પણ છે. કેમ કે આખા દિવસમા કાર્ય કરીને તે થાક્યો હોય છે અને ઘરે આવી ને જમીને આરામ પણ ખુબ જ જરૂરી છે.પણ શુ મિત્રો, તમને એ વાતનો ખ્યાલ છે કે કોઈપણ વ્યક્તિ ઊંઘ લે છે ત્યારે શુ ક્રિયાઓ થતી હોય છે.

આપણને એમ થાય કે હા મનુષ્ય આ સમયે સ્વપ્ન જોતો હશે. તો મિત્રો તમારુ વિચારવુ સાચુ છે. તે સ્વપ્ન પણ જુએ છે.માનવીને ક્યારેક સારા સ્વપ્ન આવે છે તો અમુક વાર ખરાબ સ્વપ્ન પણ આવતા હોય છે. અને આપણે પણ તેનો અનુભવ કરેલ હશે. તમને આ વાત વિશે જણાવી દઈએ કે આ અવસ્થાને હાઈપનિક જર્ક એટલે કે સ્લીપ સ્ટાર્ટરના નામથી પણ ખુબ જ ખ્યાતિ ધરાવે છે.

આ કોઈ બિમારી નથી પણ આ અવસ્થા એવી અવસ્થા છે કે જે ઊંઘવા તથા ઊઠવા સાથે સંકળાયેલ છે.આ અવસ્થાને ઊંઘ ન આવવાની સમસ્યાનો સંક્રાતિ કાળ તરીકે ઓળખવામા આવે છે.સામાન્ય રીતે જોઈએ તો આ અવસ્થાએ ઊંઘવાના પ્રથમ ચરણમા જ શરૂ થઈ જાય છે.આ અવસ્થાનો આરંભ ત્યારે થાય છે કે જ્યારે માનવીના હ્રદયની ગતી ધીમી પડે અને શ્વાસ લેવાની ક્રીયા પણ ઓછી થવા લાગે છે.

આ અવસ્થાને ડોક્ટરો તથા વૈજ્ઞાનિકો સર્વસામાનુ પ્રક્રિયા તરીકે ઓળખવામા આવે છે. થયેલા એક સંશોધન અનુસાર આપણામાથી ૬૦% થી ૭૦% જેટલા વ્યક્તિઓ એવા હોય છે કે જેને ઊંઘતી વેળાએ ઝટકો લાગતો હોય તેવો અનુભવ કરે છે.ઘણા વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેને હાઈપનિક જર્ક લાગતા જ હોય છે

પણ જ્યારે તે ઊઠે છે ત્યારે લગભગ તો તેને તે અંગે યાદ રહેતુ નથી હોતુ અથવા તો પોતાને જ એ વિશે ખ્યાલ હોતો નથી. ડૉક્ટરના જણાવ્યા મુજબ આ અવસ્થા પહેલા તણાવ, કમજોરી કે માદક પીણુ લેવુ અથવા તો પછી ઊંઘની સમસ્યા ના લીધે થઈ શકે છે.જો તમે સાંજના સમયે કોઈ સખત કાર્ય કરતા હોવ ત્યારે અથવા તો કોઈ કસરત કરતા હોય ત્યારે હાઈપનિક જર્ક લાગવાની તકલીફ જન્મે છે.

જો આ સમસ્યાથી ખુબ જ વધારે મુંજારો આવતો હોય તો અથવા તો આ કારણને લીધે તમારી નીંદ્રા પણ ઊડી જાય છે તો પછી તમારે એક વાર ડોકટરને અવશ્ય બતાવવુ જોઈએ.જો આ સમસ્યા હોય તો તમે પણ દાકતરી માર્ગદર્શન મેળવી શકો એમ છો, અને આવી સમસ્યાનો અંત પણ લાવી શકો એમ છો. તો થોડો પણ વિલંબ કર્યા વિના જ તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી લો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *