સવારે વહેલા ઊઠીને જિમમાં જાય છે તથા આખો દિવસ અને દોડધામ કરે છે તેમ છતાં મનમાં કોઈ જ ફેર પડતો નથી. અત્યારે બજારમાં ઘણાં પ્રકારના મલ્ટીગ્રેન લોટ મળી રહ્યાં છે. જોકે તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી. વજનના કારણે શરીરમાં બીજા ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થાય છે.હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે.
તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે. આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે. પણ જો જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની તો ગેરંટી હોય જ છે, સાથે જ તે સસ્તો પણ પડે છે. દરરોજ ડિનરમાં મિક્સ અનાજ વાળા લોટની એક કે બે રોટલી ખાવી જોઈએ.
તેનાથી વજન ઝડપથી ઉતરી જાય છે. કેમ કે, મલ્ટીગ્રેન લોટમાં ફાયબર્સ વધારે હોય છે. તેથી બધા મિક્સ અનાજના લોટની રોટલી ખાવાથી વજન ઉતારવામાં મદદ કરે છે. ઘઉંની સાથે કેટલાક હેલ્ધી અનાજ મિક્સ કરવામાં આવે તો સામાન્ય લોટ કરતાં મલ્ટીગ્રેન લોટના ફાયદા અનેક ગણાં વધી જાય છે.
બાળકોના વિકાસ માટે: 5 કિલો ઘઉંમાં 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચણા અને 500 જવ મિક્ષ કરી લોટ દળાવો.
વજન ઉતારવા માટે: 5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, 1 કિલો જવ, 250 ગ્રામ અળસી અને 50 ગ્રામ મેથી દાણા મિક્ષ કરી લોટ દળાવો.
ઓછા વજન વાળા માટે: 5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, 1 કિલો જવ, 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચોખા મિક્ષ કરીને લોટ દળાવો.
હાઈ બીપી: 5 કિલો ઘઉંમાં 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચણા અને 250 ગ્રામ અળસી મિક્ષ કરી લોટ દળાવો.
ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે: 5 કિલો ઘઉંમાં દોઢ કિલો ચણા, 500 ગ્રામ જવ, 50 ગ્રામ મેથી, 50 ગ્રામ તજ મિક્ષ કરી લોટ દળાવો.
પ્રેગ્નેન્સીમાં આ લોટની રોટલીનું સેવન કરવું: 5 કિલો ઘઉંમાં 1 કિલો સોયાબીન, 250 ગ્રામ તલ, 500 ગ્રામ જવ, દોઢ કિલો ચણા મિક્ષ કરી લોટ દળાવો.
Leave a Reply