ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે આ રીતે કરો તેલની માલીશ

વાળના યોગ્ય પોષણ માટે તેલની માલિશ બહુ જરૂરી છે.વાળની યોગ્ય રીતે સાચવણી ન કરવાને કારણે હંમેશા વાળ શુષ્ક,મૃત અને ખરવા લાગે છે.વાળ સાથે જોડાયેલી સમસ્યા આજકાલ લોકોમાં સામાન્ય જોવા મળી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ ધૂળ-માટી, તણાવ, યોગ્ય ખોરાક ન લેવો સહિત માનવામાં આવે છે.

ખાણીપીણી દ્વારા અંદર પોષણ આપવાની સાથે સાથે વાળને બહારથી પણ જરૂરી છે. કેટલીક છોકરીઓ તેનાથી બચવા માટે હેર ટ્રીટમેન્ટ્સનો સહારો લે છે. તેનાથી વાળ થોડાક સમય જ સુંદર લાગે છે.

વાળ ડેમેજ થઇ ખરાબ થવા લાગે છે. એવામાં આ સમસ્યાથી બચવા માટે તેલ નાખવું બેસ્ટ માનવામાં આવે છે, પરંતુ તેના માટે વાળની સમસ્યાના હિસાબથી તેલનો ઉપયોગ કરવો જરૂરી છે. ત્યારે વાળને જડમૂળથી પોષણ મળી શકશે. તો ચાલો એવા કયા તેલ છે જેનાથી તમે વાળને લાંબા, ભરાવદાર, કાળા અને શાઇની થવામાં મદદ મળશે.

નાળિયેર તેલ :- વાળમાં તેલ મસાજ વાળને લાંબા કરવા માટે બેસ્ટ કુદરતી ઉપાય છે. મસાજ કરતા પહેલા તેલને નવશેકુ ગરમ કર્યા બાદ વાળમાં મસાજ કરો. મસાજ કરવાથી માથામાં રક્ત સંચારમાં સુધારો આવ છે, જેથી વાળને પોષણ મળે છે. જેની સાથે જ વાળ મજબૂત અને ભરાવદાર થાય છે. જેના માટે નારિયેળ કેવનો ઉપયોગ કરી શકાય છે. સ્નાન કરતા પહેલા નવશેકા પાણીથી માથામાં તેલની માલિશ કરો. અડધો કલાક આ રીતે તેલ લગાવ્યા બાદ તેને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં એક વાર ઓઇલ મસાજ કરવું જરૂરી છે. નારિયેલનું તેલ વાળ માટે ખૂબ લાભદાયી છે.

સરસવનું તેલ :- સરસવનું તેલ ભોજનનો સ્વાદ વધારે છે અને વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ઘટાડે છે. વિટામિન, પ્રોટીન, એન્ટિ-એજિંગ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપુર આ તેલની માલિશ કરવાથી વાળ મૂળિયા કરતા મજબૂત બને છે. આ તત્વો બેક્ટેરિયા અને ફૂગ સામે લડે છે. આવી સ્થિતિમાં, ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે, વાળ લાંબા, જાડા અને મજબૂત હોય છે.

બદામ તેલ :- શિયાળાની ઋતુમાં ત્વચા અને વાળમાં ડ્રાયનેસ વધે છે. આ કિસ્સામાં, વાળ બરછટ થવાનું શરૂ થાય છે. તેનાથી બચવા માટે બદામના તેલથી વાળની ​​માલિશ કરવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે વિટામિન-ઇ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપુર બદામનું તેલ વાળને મજબૂત બનાવવાની સાથે લાંબા, ભરાવદાર બનાવે છે.

તલનું તેલ :- તલના તેલમાં પૂરતા પ્રમાણમાં વિટામીન ઇ,બી કોમ્પ્લેક્ષ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ અને પ્રોટીન રહેલા છે. તલનું તેલ વાળથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે. જે વાળને અંદરની પોષણ આપીને તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમજ માથામાં ખોડાની સમસ્યા સહિત જુઓ દૂર કરવા માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *