આ પાન ના સેવનથી ડાયાબીટીસ અને બીજી ઘણી બીમારી માંથી પણ રાહત મેળવી શકાય છે.

કસરત કરવી અને વજન ઘટાડવું એ ડાયાબિટીસની બીમારી માટે બીજી અગત્યની બાબત છે. જો આ સાદા અને દવા વગરના ઇલાજાથી ડાયાબિટીસ કાબૂમાં ન રહે તો જ દવાઓ અને ઈન્જેકશનો લેવાં પડે છે. તો આજે એક એવા પાન વિશે જણાવીશું જેનાથી ડાયાબીટીસ અને બીજી ઘણી બીમારી માંથી પણ રાહત મેળવી શકાય છે.મોટાભાગના ઘરોમાં તમાલપત્રનો ઉપયોગ મસાલા વગેરેમાં કરાતો હશે

પરંતુ તેના ચમત્કારી ફાયદાઓ વિશે આપણને ખબર નહીં હોય. જણાવી દઈએ કે તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કદાચ એટલે જ આપણે વર્ષોથી તેનો ઉપયોગ મસાલા તરીકે કરતાં આવ્યાં છીએ પરંતુ આપણે કદાચ તેના સ્વાસ્થ્ય ના ફાયદા થી અજાણ હતા.તમાલપત્ર માં એન્ટીઓક્સીડેન્ટ જેવા ઔષધીય ગુણો રહેલા છે

જે તમાલપત્ર ઘણા રોગથી બચાવે છે. તમાલપત્રમાં વિટામીન એ અને વિટામીન સી ભરપૂર પ્રમાણમા છે. આ બન્ને વિટામીન ડેલી લાઇફ રુટીન માટે ખૂબ જરૂરી છે. તમાલપત્ર દેશના અનેક ભાગમાં માલાબાર પાનના નામે પણ ઓળખવામાં આવે છે. આ પાનનો ઉપયોગ ઘણા ભારતીય વાનગીને તૈયાર કરવામાં લેવાય છે.

જ્યારે શરદી થાય ત્યારે પણ તમાલપત્ર કામ આવી શકે છે. શરદી ને લગતા રોગો પણ તમાલપત્રના ઉપયોગથી મટી શકે છે. આથી તમાલપત્ર અને માત્ર મસાલા સમજીને ખાવુંનહીં પરંતુ તેના ઘણા બધા ફાયદાઓ છે.

તમાલપત્ર અને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લો, આની એક ચમચી દરરોજ ત્રણ વખત પાણીમાં લેવાથી ડાયાબિટીઝના દરદીઓને લાભ મળે છે. લોહીમાં રહેલું સુગર ઘટવા લાગે છે. સાથે જ શુગરના દર્દીઓમાં ઇંસુલિનની ઘટતી-વધતી માત્રાને પણ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. તેને તમે સૂપમાં પાવડર, ભાત કે પુલાવ દાળમાં ઉમેરીને ઉપયોગ કરી શકો છો.

તમાલ પત્ર ના 3-ચાર પાંદડાને એક ક્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી અડધા ગ્લાસ જેટલું બચે ત્યારે તેને ગળીને રોજ ત્રણ વાર પીવો. આનાથી પેશાબ વધુ આવે છે તેમ જ શરીર નો દુખાવો ઓછો થઈ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *