ઘરના આ ખૂણામાં લક્ષ્મીનો વાસ હોય છે તેથી રાખો આ વાતનું ધ્યાન

વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશાને ધનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ તેની પાસે ધન ટકતું નથી. તેના ઘરમાં આવક કરતાં ખર્ચ વધારે જ રહે છે.જો તમારા ઘરમાં પણ ધન ટકતું ન હોય તો આ જાણકારી તમારા માટે છે જરૂરી.

ઉત્તર-પૂર્વ ખૂણો ધનની દિશા માનવામાં આવે છે. આ ખૂણામાં ગંદકી હોય તો ત્યાં ધન ટકતું નથી. ઘરમાં આવક સારી થતી હોય તો પણ કોઈ અણધાર્યા ખર્ચામાં ધન વપરાઈ જતું હોય છે.જે ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં અંધારું હોય ત્યાં પણ ધન હાનિ થતી જ રહે છે. ઘરના આ ખૂણામાં લક્ષ્મીનો વાસ હોય છે તેથી ત્યાં સંધ્યા સમયે પણ દીપક પ્રજ્વલિત કરવો જોઈએ.

વાસ્તુ અનુસાર દક્ષિણ દિશા યમની દિશા છે. આ દિશામાં તિજોરી રાખવી ન જોઈએ. જે ઘરમાં લોકો તિજોરી આ દિશામાં રાખે છે ત્યાં ધન ટકતું નથી.ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મંદિરનું જ સ્થાન હોવું જોઈએ. અહીં ક્યારેય રસોડું ન બનાવવું. આ દિશામાં રસોડું હોવાથી આર્થિક સમસ્યાઓ સતત વધતી રહે છે.

રસોડાનું સ્થાન અગ્નિ ખૂણામાં જ હોવું જોઈએ.ઘરના મધ્ય ભાગમાં ભારી સામાન, દાદર કે શૌચાલય ન હોવું જોઈએ. આવી વ્યવસ્થા આર્થિક તેમજ માનસિક સમસ્યાઓ વધારે છે.ઉપરોક્ત  વાસ્તુ દોષ એવા છે જેનું નિવારણ આવશ્યક છે. આ વાસ્તુ દોષ દૂર કરવા ઘરની વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ

 


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *