ઓયલી સ્કીનના લોકોને પરસેવાના કારણથી ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓઇલી સ્કીન માત્ર છોકરિઑ ને જ હોય એવું નથી આ સમસ્યા સૌથી વધુ છોકરાઓમાં પણ જોવા મળે છે. છોકરાઑ ના ચહેરાની સ્કીન સૌથી વધુ ઓઈલી હોય છે. તેમજ ઑઇલી સ્કિન ધરાવતા લોકોને પરેસેવો ખૂબ થાય છે. તેના કારણે સ્કિન બેજાન અને ચિકણી બની જાય છે.
બહાર નિકળવાનું થયું નથી કે ચહેરા પર ઑઇલ દેખાવા લાગે છે. એવામાં મેકઅપ પણ ચહેરા પર થોડોક સમય ટકી રહે છે. એવામાં સ્કિનની વધુ કાળજી લેવી જરૂરી બને છે નહીંતો ચહેરા પર બ્લેકહેડ્સ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થવાનો ડર રહે છે. આ ઓઇલી સ્કીન રીલટિવ સમસ્યાને દૂર કરવા માટે તમારા માટે અમે આ ખાસ ટિપ્સ લાવ્યા છે.
ઓઈલી સ્કીનના લીધે તમે ચહેરા પર કોઈ સારી ફેસ ક્રીમનો ઉપયોગ પણ કરી શકતા નથી કે મેકઅપ પણ કરી શકતા નથી. આજે અમે તમને આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે ગ્રીન ટી ટોનર લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી સ્કીન ચમકદાર અને સુંદર બનશે, ઑઇલી સ્કિનને ઑઇલ ફ્રી બનાવી રાખવા માટે ઘરે જ ગ્રીન ટીથી બનાવવામાં આવેલા ટોનરથી સ્કિનની કાળજી રાખી શકાય છે.
સામગ્રી :- એક કપ પાણી, એક ચમચી ગ્રીન ટી, બે મોટી ચમચી ચોખા
બનાવવાની રીત :- ગ્રીન ટી ટોનર બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં એક કપ પાણી નાંખો અને ગેસ પર રાખો. એ પછી આ પાણીને ઉકાળી લેવું, ઉકાળ્યા બાદ એક ચમચી ગ્રીન ટીની પાંદડીઓ નાંખો અને ગેસની તીવ્રતા ધીમી કરી દો. પાંચ મિનિટ માટે ચાને ઉકળવા દો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.
ત્યાર બાદ ગ્રીન ટીના પાણીને ગાળી લો અને તેને એક વાટકીમાં નાંખો. ગ્રીન ટીના પાણીમાં બે મોટી ચમચી સાફ કરેલા ચોખા નાંખો. વાટકીને ઢાંકીને કવર કરી લો અને ચોખાને આખી રાત ગ્રીન ટી સાથે અથવા પાંચ કલાક માટે ઓછામાં ઓછા પાણીમાં ડુબોળી દો. ગ્રીન ટી ભર્યા ચોખા કાઢી લો અને આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને સ્ટોર કરો.
ઉપયોગ :- આ ટોનરને એક કોટન બોલની સાથે પોતાના ચહેરા પર હળવા હાથેથી લગાવતા સ્કિનને સાફ કરો.
Leave a Reply