આયુર્વેદિક શાસ્ત્રોમા અનેકવિધ ઔષધિઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.આયુર્વેદિક શાસ્ત્રમા એક ચમત્કારિક ઔષધિનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જેનુ નામ ઇસ્બુગલ છે. આ ઔષધીને સામાન્ય ભાષામાં ધોડાજીરૂ તરીકે પણ ઓળખવામા આવે છે. આ ઔષધિનો છોડ લગભગ ત્રણ ફૂટ ઉંચો છે. આ છોડના બીજમા સફેદ રંગની ભૂસી હોય છે, જેમાંથી તમને મોટી માત્રામા મ્યુસિલેઝ મળે છે અને તે સ્વાદહીન હોય છે.
તે મૃદુ, પૌષ્ટિક, સ્નિગ્ધ, આંતરડાને સંકોચાવનાર, કફ તથા પિત્તનાશક અને અતિસાર પ્રધાન બીમારીમા ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. આ ઔષધનો સૌથી મોટો ગુણ એ છે કે, તે આંતરડાને સ્નિગ્ધ અને રસાળ બનાવીને અટકી ગયેલા મળને બાંધીને કાઢે છે.આ ઔષધિની બે કે ત્રણ ચમચીની માત્રા તમારી સમસ્યાઓને દૂર કરવા માટે પૂરતી છે.
જો તમે ઇસ્બગુલને પાણી કે દૂધ સાથે મેળવીને રાત્રે સૂતા પહેલા પીવો તો તમારી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓમા તમને રાહત મળે છે. તો ચાલો આજે આ ઔષધીના સેવનથી તમને કઈ-કઈ બીમારીઓ સામે રાહત મળશે તે અંગે માહિતી મેળવીએ.કબજિયાત, હરસ, મસા અને આંતરડાની સમસ્યા ધરાવતા દર્દીઓને આ ઇસ્બગુલ લેવાની સલાહ આપવામાં આવે છે.
આ સમસ્યાઓની તીવ્રતા મુજબ એક અઠવાડીયાથી લઈને ત્રણ અઠવાડિયા સુધી આ ઔષધિનુ સેવન કરવામા આવે છે. આ ઉપરાંત આ ઔષધિમા પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે તમારી કોલેસ્ટ્રોલ અને હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર રાખે છે. ઇસ્બગુલનુ સેવન મોટાપાની સમસ્યાને પણ દૂર કરે છે. તેના નિયમિત સેવનથી તમારી ભૂખ નિયંત્રણમા રહે છે અને તમે મોતાપની સમસ્યાનો શિકાર બનતા નથી.
તેના નિયમિત સેવનથી તમારા પેટની વધારાની ચરબી શોષાઈ જાય છે અને આંતરડામાંથી મળને બહાર કાઢી દે છે જેથી, સંક્રમણ થવાની શક્યતા દુર થઈ જાય છે. જો તમે આ ચૂર્ણને બે ચમચીના પ્રમાણમાં સવારે નાસ્તો કરતા પહેલા તાજા પાણી સાથે લો અને ૨ ચમચી સાંજે ભોજન કર્યા પછી હુફાળા પાણી કે દૂધ સાથે ૭ દિવસ સુધી લો તો વહેલી સવારે પેટની યોગ્ય રીતે સફાઈ થઇ જાય છે
કબજિયાત તથા આંતરડા સાથે સંકળાયેલ સમસ્યાઓ દુર થઈ જાય છે. ૪-૫ ગ્રામ ઇસ્બગુલનુ નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નિયંત્રિત રહે છે. આ ઉપરાંત આ ઔષધીની ત્વચા અને શરીરના અવયવોની આંતરિક પટલ પર ક્રિયાશીલ હોય છે. આ સિવાય આ ઔષધીનુ સેવન કરવાથી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચાની ગ્લો પણ વધે છે.
Leave a Reply