7 સિરિયલમાં આ અઠવાડિયામાં મોટા ટ્વીસ્ટ, અનુપમાના થશે લગ્ન અને 2 વહુ થશે પ્રેગ્નેન્ટ…

ટીઆરપી લિસ્ટમાં ટોપ પર બની રહેવા માટે લગભગ બધા શોમાં કોઈને કોઈ ટ્વીસ્ટ આવતા જ હોય છે. આજે અમે તમને આ અઠવાડિયે એ 7 મુખ્ય સિરિયલ વિષે જણાવશું જેમાં ઘણાબધા ટ્વીસ્ટ આવવાના છે. તો ચાલો જણાવીએ કઈ છે આ સિરિયલ અને એવા તો કયા ટ્વીસ્ટ આવવાના છે.

 

સિરિયલ અનુપમામાં અનુજ અને અનુપમાની સંગીત સેરેમની શરૂ થઈ ગઈ છે. આ પછી અનુજ અને વનરાજ વચ્ચે ઝઘડો થશે. આ દરમિયાન વનરાજ અનુજને તેના બાળકોથી દૂર રહેવા માટે પ્રયત્ન કરશે. વનરાજ કહેશે કે જો અનુજ બાળકોની નજીક આવવા પ્રયત્ન કરશે તો તે તેને અનુપમાથી દૂર કરી દેશે. આ સાંભળતા જ અનુજ ગુસ્સે થઈ જશે. બીજી બાજુ બાબુજીનો મેડિકલ રિપોર્ટ રાખીના હાથમાં આવી જશે. પછી ઘરમાં ખૂબ બબાલ થશે.

 

સિરિયલ ગુમ હૈ કિસીકે પ્યારમે માં સઈ એકવાર ફરીથી કોલેજ ટોપ કરવાની છે, સઈના ટોપ કરતાં જ ભવાની વિરાટ પર પ્રેશર બનાવવાની સહૃયત કરશે. ભવાની વિરાટને કહેશે કે હવે તેણે જલ્દી જ પિતા બનવું જોઈએ

 

યે રિશ્તા કયા કહલાતા હૈ આ સિરિયલ માં લગ્ન પછી અભિમન્યુ અને અક્ષરાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અક્ષરાને પોતાના સાસરામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મહિમા અક્ષરા માટે માથાનો દુખાવો બની જશે.

 

ઇમલીની લવ સ્ટોરીમાં એક સોતનની એન્ટ્રી થઈ ગઈ છે. ઇમલીના આવનાર એપિસોડમાં જ્યોતિ, ઇમલી અને આર્યનના જીવનમાં અનેક બાધાઓ ઊભી કરવા માટે પ્રયત્ન કરશે. જ્યોતિ ઇમલી અને આર્યનને એકબીજાની નજીક આવવા દેશે નહીં.

 

કુંડળી ભાગ્યના આવનાર એપિસોડમાં જલ્દી જ પ્રીતિ પ્રેગ્નેન્ટ બતાવશે. પ્રીતિને ખબર પડશે કે તે પ્રેગ્નેન્ટ છે, જો કે માતા બનવા પહેલા પ્રીતિ, પૃથ્વીને પાઠ ભણાવશે.

સિરિયલ ઉડારીયાના આવનાર એપિસોડમાં તેજોની સામે અંગદ માનનો સાચો ચહેરો સામે આવશે. તેજો જાણી જશે કે 6 મહિના પહેલા અંગદ માનએ તેજોને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો હતો. આ હકીકત સામે આવતા જ તેજોની આંખ ખૂલી જશે.

જલ્દી જ રામ પ્રિયા આ વાતનો ખુલાસો કરશે કે તેઓ માતા પિતા બનવાના છે. પ્રિયાની પ્રેગ્નેન્સી વિષે જાણીને બધા ચોંકી જશે. નંદિનીને સૌથી વધુ ઝટકો લાગશે. હવે આ વાતમાં કેટલી હકીકત છે અને કેટલી અફવા એ તો જોવું જ રહ્યું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *