જો 6 શનિવાર સુધી નિયમિત કરશો આ ઉપાય તો તમને આશ્ચર્યજનક પરિણામ મળશે

ઘણી વાર વ્યક્તિના જીવનમાં એવી મુશ્કેલી આવી જાય છે કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ક્યારેક પૈસાની સમસ્યા આવે તો તો ક્યારેક બીજી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સમય ક્યારેક કિસ્મત પણ સાથ નથી આપતું. જો તમે પણ દેવામાં સપડાઈ ગયા હોય તો તેને દૂર કરવાના કેટલાક સરળ ઉપાયો આજે અમે તમને જણાવીશું.

દેવું એક એવી વસ્તુ છે, જેમાં વ્યક્તિ એક વખત ફસાય જાય તો તેમાંથી નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. વ્યક્તિની ઈચ્છા ના હોય તો પણ તે વશમાં આવી જાય છે. દેવું વધી જવાના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી પડે છે. તમામ પ્રયત્નો છતાં દેવું સમાપ્ત થતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો ટૂંક સમયમાં ગમે તેવા દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે, તો ચાલો આપણે દેવામાંથી રાહતનાં ઉપાય જાણીએ.

જો તમારે દેવુ ચૂકવવું હોય, તો મંગળવારે ચૂકવણી કરો, આ દિવસ લોનની ચુકવણી માટે યોગ્ય છે, જેના કારણે લોન ટૂંક સમયમાં સમાપ્ત થવાનું શરૂ થાય છે. બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે, શુક્લ પક્ષના બુધવારના દિવસથી ગણેશ સ્તોત્રનો પાઠ કરો, આ પાઠ નિયમિત રૂપે દર બુધવારે કરો ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થશે.

જો તમે કાયમ દેવામાં જ ફંસાયેલા રહેતા હોય તો સ્મશાનમાં આવેલા કૂવામાંથી પાણી લઈને પીપળાના મૂળ ચઢાવવુ. આ પ્રયોગ તમે 6 શનિવાર સુધી જો નિયમિત કરશો તો તમને આશ્ચર્યજનક પરિણામ મળશે. ગણેશજી તમામ વિધ્નો હરે છે. જ્યાં ગણેશજી રહે છે ત્યાં બુદ્ધિ અને લક્ષ્મી બંને રહે છે. નાણાકીય સમસ્યાઓથી દૂર થવા માટે ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. મૂર્તિને એવી રીતે મૂકો કે પ્રતિમા અંદરની તરફ આવે.

જો તમે પણ દેવાથી પરેશાન છો તો હનુમાનજીના ચરણોમાં મંગળવાર અને શનિવારના દિવસે તેલ અને સિંદૂર ચઢાવો અને માથા ઉપર સિંદૂરનું તિલક કરો. સાથે જ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.

ભગવાન ગણેશજીના બાર નામનો પાઠ કરવો. તમામ દેવાથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવાથી તમામ મુશ્કેલીઓ દુર થશે. ગરીબને દાન આપો. અન્નદાન અને વસ્ત્રદાન શ્રેષ્ઠ દાન છે. સોમવાર આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી તમામ મનોકામના સિદ્ધ થાય છે. તમારા અટકેલા કામ થઈ જશે. શનિવારે હનુમાનજીને બુંદીનો પ્રસાદ ધરાવો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *