આ ૩ આદતો જે છોકરાઓમાં હોય, એની પાર્ટનર ક્યારેય નથી છોડતી તેનો સાથ… જાણો જીવનમાં દરેક મોડ પર આપે છે સાથ

હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન એક પરિવારે અને પવિત્ર બંધન છે. તેમાં બે આત્માઓનું મિલન થાય છે. આજે અમે તમને એવા છોકરા વિશે જાણકારી આપવાના છીએ તે લોકો લગ્ન પછી પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે.છોકરા અને છોકરીઓ પોતાના જીવનમાં અનેક સંબંધો બનાવતા હોય છે અને તેમાંથી અમુક સંબંધો એવા પણ હોય છે કે જે લાંબા સમય સુધી ટકી રહે છે.

આજકાલ ની જનરેશનમાં લોકો એકબીજાથી જલદી કંટાળી જાય છે અને પછી છોકરીઓ પાસે તો ઘણા બધા ઓપ્શન છે. છોકરાઓ તેમની સાથે સંબંધ બનાવવામાં લાઈનમાં જ ઉભા હોય છે.પરંતુ છોકરાઓ પાસે અમુક ખાસિયત હોવી જોઈએ જેનાથી છોકરી તેની પર્મનેન્ટ પાર્ટનર બની રહે.

આ વાતને ધ્યાનમાં રાખીને આજે તમને એવી આદતો વિશે જણાવીશું કે જે છોકરાઓ માં હોય છે અને તેથી કોઈ છોકરી એવા છોકરાઓ ને ક્યારેય નથી છોડતી અને તેની સાથે જીવન પાર્ટનર બની રહે છે. છોકરીઓને ઇમ્પ્રેસ કરવી,તેની સંભાળ રાખવી અને તેને ખુબ સારો પ્રેમ કરવો આ બધી વાતો થી કામ નથી થતું.

આ તો દરેક છોકરાઓ કરતા હોય છે. તમારે એ બધાથી કંઈક અલગ કરવું પડે છે. જે છોકરીઓ ને ખૂબ જ પસંદ હોય. તો આજે અમે તમને એવી બાબતો વિશે જણાવીશું જે છોકરીઓને ખુબ જ આકર્ષિત કરે છે.

વારંવાર ફરવા જવુ :- છોકરીઓની એક જગ્યા પર બેસી રહેવું જરાય પસંદ હોતું નથી. તેમને જીવનમાં થોડુંક રોમાંચ પણ જોઈતું હોય છે. છોકરીઓ ને ફરવાનો ખૂબ જ શોખ હોય છે. તેથી તેમને કોઈપણ પિકનિક પર લઈ જાઓ કોઈ રોડ ટ્રીપ માટે નો પ્લાન કરો અને કંઈ જ ના થાય તો શોપિંગ કરવા લઇ જાવો.

માત્ર ફોન પર કલાકો સુધી વાતો કરવાથી કે રૂમમાં બેસીને રોમાન્સ કરવાથી કઈ થતું નથી. છોકરી થોડા ટાઈમમાં ખૂબ જ કંટાળી જાય છે અને તેથી જ વધુ ફરવા લઇ જતા છોકરા સાથે છોકરીઓ વધુ સમય સુધી સંબંધ રાખે છે. તેથી અઠવાડિયામાં એક વખત પોતાના પાર્ટનર સાથે ક્યાંય બહાર ફરવા જરૂર જવું જ જોઈએ.

તેમની સાથે ધ્યાનથી વાતો કરવી :- છોકરીઓ વાતોડિયો હોય છે આ વાત જગજાહેર છે. તેમની બોલવાનું ખૂબ જ શોખ હોય છે, આવામાં જો તમે પોતાની સાથે વાતચીત કરવામાં સાથ ના આપો તો તે કંટાળી જાય છે અને તે સિવાય છોકરાઓ એક ભુલ એ પણ કરે છે કે તે છોકરીઓની વાતો માં ધ્યાન નથી આપતા અને તેમની વાતો નથી સાંભળતા તેવી તેમને ભૂલો બતાવે છે.

તમારે એવું નથી કરવાનું. તમે માત્ર એમને સાંભળું નહીં પરંતુ તેમને સંબંધિત સવાલ કરો તેનાથી તેને લાગશે કે તમને તેની વાતમાં રસ છે. આ વાત કોઇ પણ ટોપિક પર થઇ શકે છે. કોઈ વાર હસી-મજાક વાળી વાત તો કોઈ વાર ગંભીર કે કોઈ વારરોમાન્ટિક વાત.

ઓપન માઇન્ડ :- અહીં ઓપન માઈન્ડ વિચાર નો મતલબ એ છે કે તમારે છોકરીઓને કઈ પણ કરવાની આઝાદી આપવી જોઈએ. કોઈ દિવસ છોકરીઓઉપર પાબંધી ના કરવી. જો તમે તેની ઉપર પાબંધી લગાવશો તો એક દિવસ તમારા થી કંટાળી ને જતી રહેશે. જેટલી આઝાદી તમને મળી છે એટલી આઝાદી એને પણ આપવી જોઈએ. તેની દરેક વાતમાં રોક-ટોક ના કરવી જોઈએ.

છોકરીઓ કોઈ જોડે વાત કરે તો શંકા ના કરવી. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો તેને કંટ્રોલમાં રાખવાના પ્રયત્નો ના કરવા તેની ઈચ્છાઓ નું સન્માન કરવું જોઈએ. જો તમારા માં અંદર આ ત્રણેય પ્રકાર ની આદતો છે તો છોકરીઓતમને છોડીને ક્યારેય નહીં જાય અને બીજા કોઈ છોકરાના વિશે વિચાર પણ નહિ કરે અને તમારો સંબંધ લાંબો સમય સુધી ટકી રહેશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *