નવા વર્ષ (૨૦૨૧)માં રાહુના કારણે અમુક રાશિના જાતકોને આવશે કપરો સમય,

ગ્રહો સમયની સાથે તમામ બાર રાશિજાતકો શુભ અને અશુભ પ્રભાવ આપે છે.  કોઈપણ રાશિજાતક ના જીવન માં એકવાર રાહુકાળ ને પ્રારંભ થઈ જાય તો એના જીવનમાં દુઃખનો પ્રવેશ થઇ જાય છે. આ બાર રાશિઓ માંથી ખાસ અમુક રાશિઓએ ધ્યાન રાખવાનું છે. ૨૦૨૧ માં રાહુ તેની ચાલ પરિવર્તિત કરશે. તો ચાલો રાહુના પરિવર્તનના કારણે કઈ રાશિના જાતકોના જીવનમાં કપરો સમય આવશે. તો ચાલો જાણી લઈએ એ રાશિના જાતકો વિશે..

મેષ રાશિ :- આ રાશિના જાતકો ઉપર વર્ષ ૨૦૨૧માં રાહુનો પ્રભાવ નકારાત્મક રહેશે માનસિક તણાવ વધારે રહેશે. કામકાજમાં ધ્યાન લગાવવું કઠિન રહેશે. મેષ રાશિમાં દ્વિતિય ભાવમાં રાહુ સ્વાસ્થ્ય પ્રત્યે પ્રતિકૂળ અસર કરી શકે છે. પરિવારમાં પરસ્પર સંવાદિતા જાળવવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.

વૃષભ રાશિ :- આ રાશિના જાતકો ઉપર રાહુનો પ્રભાવ અશુભ રહેશે. રાહુ તમારી રાશિમાં સંક્રમિત કરશે તે ઘણી વખત તમારી બુદ્ધિને મૂંઝવણમાં મુકશે. તેમ છતાં અવકાશ વિસ્તરશે, પરંતુ નિર્ણય લેવામાં વિલંબ ન કરો, આળસના કારણે નુકસાન થશે.

મિથુન રાશિ :- મિથુન રાશિના બારમાં સ્થાનમાં રાહુનુ ગોચર અનેક મુશ્કેલીઓ લાવશે. આ રાશિના જાતકોએ વર્ષ ૨૦૨૧માં ખુબ જ સંભાળીને રહેવું પડશે. કારણ કે કામકાજના માર્ગમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. મુસાફરીનો સંયોગ વધુ રહેશે, પરંતુ વાહન કાળજીપૂર્વક ચલાવવુ.

કર્ક રાશિ :- રાહુ લાભકારી દ્રષ્ટિએ પરિવર્તન કરવાથી તમે ઘણી રીતે ખાટા અને મીઠા અનુભવો કરશો. આવકનાં માધ્યમોમાં વધારો થશે. શત્રુઓનો પરાજય થશે. કોર્ટ બાબતોમાં પણ સફળતા મળશે, પરંતુ મિત્રો કે સબંધીઓની સાથે લેતી દેતી કરતા સાવધ રહેજો.

સિંહ રાશિ :- રાહુના પ્રભાવને કારણે દામ્પત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. રાહુનું પરિવર્તન ઘણા અણધાર્યા પરિણામો આપશે. નોકરીમાં ફેરફાર કરાવશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડે નહી તે જોજો.

કન્યા રાશિ :- આ રાશિના લોકો ઉપર વર્ષ ૨૦૦૧માં રાહુનો પ્રભાવ સામાન્ય રહેશે. રાહુ સંક્રમિત થવાથી ઘણી રીતે અણધાર્યા પરિણામો મળશે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓ તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે.

તુલા રાશિ :- રાહુના કારણે પ્રેમ જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવકમાં ઘટાડો થશે.  આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરશે. ગળું અને પેટના વિકારથી દૂર રહેવું. નિરર્થક ઝઘડા અને વિવાદોથી પણ દૂર રહો. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડે નહીં તે જોજો.

વૃશ્ચિક રાશિ :- રાહુ રાશિથી સાતમા ઘરમાં સંક્રમિત થવું લગ્ન સંબંધી બાબતોમાં થોડી અડચણ લાવશે, પરંતુ પછીથી સફળતા પણ આપશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં રાહ જોવાતી કામગીરીનું સમાધાન કરવામાં આવશે. જો તમારે ટેન્ડર વગેરે મૂકવા માંગતા હોય તો તક અનુકૂળ રહેશે.

ધન રાશિ :- આ રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧માં રાહુના પ્રભાવથી સુખમાં ઘટાડો થવાની સંભાવના છે. રાહુ રાશિથી છઠ્ઠા શત્રુ સ્થાનમાં સંક્રમિત થવાથી વર્તમાન વર્ષમાં તમારા માટે આવતા તમામ સંઘર્ષ માટે તૈયાર રહેજો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. શત્રુઓનો પરાજય થશે.

મકર રાશિ :- રાહુ રાશિથી પાંચમાં ગૃહમાં સ્થાનાંતરિત થવાથી થોડી ચિંતા રહેશે. પ્રેમ જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવકમાં ઘટાડો થશે. કેટલીક વસ્તુઓથી દૂર જ રહેજો નહીં તો ભારે નુકસાન થશે. ખોટી સંગત તમારી કારકિર્દીને અસર કરી શકે છે. સાવચેત રહો.

કુંભ રાશિ :- રાહુ રાશિથી ચોથા ભાવમાં સ્થાનાંતરિત કરવાથી ઘણા વધઘટ થાય છે. રોજગારની દ્રષ્ટિએ તે સારું રહેશે, પરંતુ કોઈ કારણોસર કોઈને પારિવારિક તકરાર અને માનસિક અશાંતિનો સામનો કરવો પડશે. સબંધીઓ પાસેથી સારા સહયોગની અપેક્ષા રાખશો નહીં.

મીન રાશિ :- મીન રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૧ નું આગમન થોડું રહેશે. આ વર્ષમાં રાહુના અશુભ પ્રભાવને કારણે તમારે મુશ્કેલી નો સામનો કરવો પડશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમે તમારા શત્રુઓને પરાજિત કરી શકશો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *