બે યુવકો પર અચાનક જ કેટલાક લોકો મળીને જીવલેણ હુમલો, આ એરિયાનું ઈન્ટરનેટ બંધ, કર્ફ્યૂ જેવુ વાતાવરણ સર્જાયું…

આવરનવાર આપણે ઘણા એવા કિસ્સાઓ જોતાં હોઈએ છે જેના લીધે પબ્લિકમાં ખૂબ તણાવ સર્જાઇ જતો હોય છે. જ્યારે જ્યારે કોઈ માસૂમ અને કોઈપણ વાંક ગુના વગરના વ્યક્તિના જીવ પર વાત આવે ત્યારે લોકો નાત-જાત જોતાં નથી અને એક થઈને જે તે વ્યક્તિની વિરુધ્ધ કે પ્રશાસન વિરુધ્ધ દેખાડો કરતાં હોય છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે આપણાં પાડોશી રાજ્યઆ રાજસ્થાનના ભીલવાડામાં. ચાલો તમને જણાવી દઈએ કે શું છે આખી બાબત.

 

વાત એમ હતી કે બુધવાર રાત્રે બે યુવકો પર અચાનક જ કેટલાક લોકો મળીને હુમલો કરે છે. આ પછી તેમની બાઇક પણ સળગાવી દેવામાં આવે છે. આ બાબતની માહિતી મળતા જ પોલીસ ત્યાં હાજર થઈ જાય છે અને ઘાયલ થયેલ યુવકોને દવાખાન મોકલવા માટે વ્યવસ્થા કરે છે. પણ એટલા સમયમાં ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા હતા અને તેઓ ઘાયલ લોકોને મારવા પાછળ શું કારણ હતું એ જાણી ના લે ત્યાં સુધી ઘાયલને દવાખાને નહીં મોકલવા જીદ કરે છે.

 

પણ પછી પોલીસના સમજાવવાથી લોકો માની જાય છે. પછી ઘાયલ યુવકોને દવાખાન દાખલ કરવામાં આવે છે. હાલમાં આ યુવકોની તબિયત સુધારા પર છે. પણ આ બંને યુવકો પર હુમલો કેમ કરવામાં આવ્યો તેનું કોઈપણ કારણ જાણી શકાયું નથી. ઘાયલ થયેલ બંને યુવકના નામ આઝાદ અને સદ્દામ છે. ત્યાં વધારે પરિસ્થિતિ વણસે નહીં તેના ભાગરૂપે સાંગાનેર વિસ્તારમાં 33 પોલીસ સ્ટેશનમાંથી 150થી વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

 

તમને જણાવી દઈએ કે પોલીસે લોકોને જણાવ્યું છે કે કોઈપણ અફવા પર ધ્યાન આપે નહીં અને શાંતિ બનાવી રાખે. આ બાબતે વધારે અફવા ના ફેલાય એ માટે તે એરિયાનું ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. અને સાથે સાથે 33 પોલીસ સ્ટેશનના 150 થી વધારે જવાનોને ત્યાં તહેનાત કરીને કર્ફ્યૂ જેવુ વાતાવરણ સર્જાયું હતું. તમને જણાવી દઈએ કે આ કર્ફ્યૂ હજી પણ યથાવત છે. વધુમાં હવે જોવું રહેશે કે તે એરિયાના સીસીટીવી જોઈને શું ખુલાસા થાય છે. કોણ પકડાય છે અને સાથે જાણી પણ શકશે કે આ બે યુવકો પર હુમલો કેમ કરવામાં આવ્યો હતો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *