અનુપમા નમસ્તે અમેરિકા: 17 વર્ષ પહેલા પણ અનુજના પ્રેમમાં કોઈ કમી નોહતી અનુપમા માટે…

શો અનુપમા નમસ્તે અમેરિકા હમણાં સ્ટાર પ્લસના ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. એપિસોડ રીલીઝ થયાની સાથે જ અનુપમાની કહાનીથી એક એક પડદા હતી રહ્યા છે. આ વચ્ચે જ મેકર્સે એ વાતનો ખુલાસો કર્યો છે કે લગ્ન પછી પણ અનુજ અનુપમાનો પીછો છોડતો હતો નહીં. અનુજ અનુપમાનો પીછો કરતાં કરતાં વનરાજના ઘરે પણ પહોંચી ગયો હતો. અનુજ પછી અવારનવાર અનુપમાના ઘરના ચક્કર લગાવતો હતો. 17 વર્ષ પહેલા પણ અનુજના પ્રેમમાં કોઈ કમી હતી નહીં. વર્ષો પહેલા અનુજએ પોતાની જાતને વચન આપ્યું હતું કે તે અનુપમાને મેળવીને જ રહેશે. રસપ્રદ વાત એ છે કે અનુજએ પોતાનું એ વચન પૂરું કરી બતાવ્યું.

 

અનુપમાની આસપાસ રહેવા છતાં પણ અનુજ ક્યારેય પણ પોતાના દિલની વાત કહી શક્યો નહીં. આ ફોટોમાં અનુજ લાગણીશીલ થઈને અનુપમાને જોઈ રહ્યો છે.

 

અનુજ જુએ છે કે અનુપમા પ્રેગ્નેન્સી દરમિયાન પણ બાળકો સાચવી રહી છે. અનુપમાની આ હાલત જોઈને અનુજની આંખો ભરાઈ આવે છે.

 

સોશિયલ મીડિયા પર અનુજ અને અનુપમાની આ યુવાનીના ફોટો ખૂબ જડપી વાઇરલ થઈ રહી છે. ચાહકો ને તેમની આ ક્યૂટ નજર ખૂબ પસંદ આવી રહી છે.

 

વનરાજ અનુપમાને અમેરિકા જતાં રોકવા માટે એક ખાસ પ્લાન બનાવે છે. અમેરિકા જવા પહેલા જ અનુપમાને ખબર પડે છે કે તે પ્રેગ્નેન્ટ છે. એવામાં અનુપમા અમેરિકા જઈ શકતી નથી.

 

આજે પણ એ વાત કોઈ જાણી શક્યું નથી કે લગ્ન પછી પણ અનુજ અનુપમાની આસપાસ ફરતો રહેતો હતો. થોડા સમય પહેલા જ અનુજએ અનુપમા સામે આ વાતનો ખુલાસો કર્યો હતો.

 

અનુજ ભલે અનુપમાને છુપાઈ છુપાઈને જોઈ રહ્યો હતો પણ તે પોતાની હાજરીને છુપાવી શકતો નથી. અનુપમાને આ વાતની અનુભૂતિ થાય છે કે કોઈ તેની આસપાસ છે. જો કે અનુપમા અનુજને જોઈ શકતી નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *