દરેક વ્યક્તિને સૂકા મેવાનું સેવન ખૂબ જ વધારે ભાવતું હોય છે. સુકોમેવો ખાવો એટલે કે ડ્રાયફ્રુટ ખાવું દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. દરેક વ્યક્તિ ડ્રાયફ્રુટ્સનો સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણકારી હશે. પરંતુ શું તમને ખબર છે કે દુધ રાત્રે સૂતી વખતે પીવાય, પરંતુ અહીં રાત્રે સૂતી વખતે ક્યારેય ન ખાવું જોઇએ?
તેવી જ રીતે સૂકા મેવાનું સેવન કરવાનો પણ એક યોગ્ય સમય હોય છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થતા હોય છે. સુકામેવા એટલે કે ડ્રાયફ્રુટ માં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે. તે ઓક્સિડન્ટ તત્ત્વોને કારણે આપણા શરીરની માંસપેશીઓ તેમ જ કોશિકાઓને ખૂબ જ વધારે ફાયદો થાય છે. ડ્રાય ફ્રૂટ નિયમિત રીતે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થતા હોય છે.
સૂકામેવામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તથા પોષક તત્વો હોય છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર તેવું ચરબી તથા ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન અને ખૂબ જ વધારે પ્રમાણમાં ખનીજ તત્ત્વો હોય છે. અભ્યાસ એવું દર્શાવે છે કે કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા માટે તથા શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે શરૂ થાય તે માટે નિયમિત રીતે સ્નાયુ તથા સાંધા માટે સૂકા મેવાનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
સૂકામેવામાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે તેમને ખૂબ જ યોગ્ય પ્રમાણમાં તથા નિયમિત માત્રામાં ખાવા જોઈએ નિષ્ણાંતોનું કહેવું છે. કે સૂકા મેવામાં ખૂબ જ વધારે પ્રમાણમાં લોહતત્ત્વ વિટામીન અને ખનીજ તત્વો તે ઉપરાંત પોટેશિયમ, ઝિંક, અસંતૃપ્ત પોટેશિયમ, ઓમેગા-૩, ફેટી એસિડ અને ખૂબ જ વધારે પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે.
આ બધા તત્વો શરીર માટે ઉર્જા ઉત્પન્ન કરવાનો જનરેટર તરીકે કામ કરે છે. તે શરીરમાં અલગ-અલગ માસપેશીઓ તથા અલગ અલગ કોષોમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જો નિયમિત સમયે સૂકા મેવાનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થઈ શકે છે. જો તમારી ઈચ્છા હોય કે સૂકા મેવાનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળે અને તેના સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં લાભ મળે તો નિયમિત રીતે સવારે સુકામેવા સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
તે ઉપરાંત સવારે સુકામેવા લેવાનું નાસ્તાનો સ્વરૂપમાં સેવન કરવામાં આવે તો શરીરને થાક લાગતો નથી તે ઉપરાંત રક્ત સંચાર નિયમિત રહે છે. તે ઉપરાંત શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટરોલને દૂર કરવા માટે સૂકા મેવા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તે આપણા હૃદયને નિયમિત રીતે કામ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે અમે તમને સુકામેવાનો ક્યારે અને કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તે વિશે જાણકારી આપવાના છીએ.
સવારે :- બદામ રાત્રે પલાળી અને સવારે તેનું સેવન કરવામાં આવે તો તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ છે. તેમાં બધું તે ઉપરાંત બધાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોષક તત્વો હોય છે. એટલા માટે બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે.
સાંજે :- પિસ્તા કાજુ અને અખરોટ આ ત્રણ સુકા મેવા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તે ઉપરાંત આખો દિવસ રહેલી ઉર્જા આપણા શરીરને પરત આપવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે સાંજે નાસ્તામાં સ્વરૂપમાં 3 સૂકા મેવાનું સેવન કરવું જોઈએ.
રાત્રે :- રાત્રે અખરોટ અને ખજૂર ખાવાથી આપણા પાચનતંત્રને લગતી કોઈપણ બીમારી માં રાહત આપે છે. તે ઉપરાંત ખજૂર અને અખરોટના માં રહેશો ખૂબ જ વધારે પ્રમાણમાંરેશા હોય છે. તેનાથી પાચન તંત્રને કોઇ પણ તકલીફ થતી નથી.
ક્યાંરે કયા સૂકા મેવાનું સેવન ન કરવું જોઈએ :- રાત્રિના સમયે કાજુ જેવા પોષ્ટિક સૂકા મેવાનું સેવન ન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી પેટમાં ગેસ તથા પેટનું ભારે થવા લાગે છે. અપચો થવાની શક્યતા રહે છે. તે ઉપરાંત મીઠાઈ વાળા, ચોકલેટ વાળા ડ્રાયફુટ નું સેવન ન કરવુ.
Leave a Reply