વૈજ્ઞાનિકોને મળ્યું વિશ્વનું પહેલું ગર્ભવતી મમી, ગર્ભમાં જોવા મળ્યું બાળક જાણો તેમના મારવા પાછળનું કારણ….

વૈજ્ઞાનિકોને વિશ્વનું પહેલું ગર્ભવતી મમી મળ્યું છે. આ મમીનું રહસ્ય શોધવાનો પ્રયાસ વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી કરી રહ્યા હતા. આ મમી 2000 વર્ષ જૂનું છે અને તે ગર્ભવતી મમી છે. આ એક મહિલાનું મમ્મી છે અને તેના ગર્ભમાં બાળક પણ છે. મહિલાના ગર્ભમાં બાળક હતું તે દરમિયાન જ તેનું મોત થયું જેના કારણે ગર્ભ પણ અંદર સુરક્ષિત રહ્યો.

વૈજ્ઞાનિકોને જ્યારે આ મહિલાનું શરીર મળ્યું ત્યારે તેણે તેની ખોપડી પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાનું મોત કેન્સરના કારણે થયું હતું. કેન્સર વિશેષજ્ઞ અને મિશ્રના વૈજ્ઞાનિક પણ આ સંશોધનને જોઈને હેરાન થઈ ગયા.

 

19 મી અને ૨૦મી સદી દરમિયાન માનવામાં આવતું હતું કે આ મમી એક પુરુષનું છે, પરંતુ જ્યારે તેના પર સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ખરેખર તે એક સ્ત્રીનું મમી છે. ત્યારબાદ ખુલાસો થયો કે તે વિશ્વની પ્રથમ સગર્ભા મમી છે. કારણ કે પહેલા આ પ્રકારના મમ્મી ક્યાંય મળ્યા નથી.

 

વર્ષની શરૂઆતમાં આ રહસ્ય નહીં મહિલાના સીટી સ્કેનમાંથી પુરાવા મળ્યા હતા કે તેના શરીરમાં ભ્રૂણ છે. વર્ષો સુધી એસિડિક અને લો ઓક્સિજન વાતાવરણના કારણે ગર્ભ સારી રીતે સચવાયેલો હતો.

 

તેના પર સંશોધન કરતા સંશોધકોનું કહેવું છે કે આ મહિલાનું મૃત્યુ કયા કારણે થયું તેના ઉપર સંશોધન કરવામાં આવશે પરંતુ હાલ સંશોધન દરમિયાન જે પ્રકારના સંકેતો મળ્યા છે તેના પરથી લાગે છે કે મહિલા કેન્સરથી પીડીત હશે.

મહિલાની ખોપડી ની ડાબી તરફ એવા નિશાન મળ્યા હતા જે કેન્સરવાળા દર્દીઓમાં જોવા મળે છે. કેન્સરના દર્દીઓમાં જે ઘા જોવા મળે છે તે આ મહિલામાં જોવા મળ્યા તેના કારણે અંદાજ છે કે તેને ટ્યુમર હોઈ શકે છે.

 

જોકે આ પહેલા પણ એવા મમ્મી મળી આવ્યા છે જેને જોઈને અંદાજ લગાવી શકાય કે તેને કેન્સર હોઈ શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *